વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૯,૨૦,૨૧ નો આવો થાય છે અનુવાદ જાણો
તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા || ૧૯ ||
જય શ્રી બહુચર માં માડી પંચતત્વાદિ નિમ્યૉ પછી આપ શ્રીમતિયે પોતાના દેહ મારફતે ત્રણ્ય શરીરની ત્રિપુટી માયારૂપ સજૅનહાર , પાલનહાર અને નિયમ ભંગ કરનારનો નાશ કરનાર એમ સ્તિતિ પાલન અને લયકારક સંસારલીલા રચી એટલે કે બ્રાહ્મા , વિષ્ણુ અને શિવના અંશાવતાર કરી જગતના નિયમો જીવન આપ્યું... || ૧૯ ||
પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા. || ૨૦ ||
જય શ્રી બહુચર માં માડી તેમાં આપે સવૅથી પ્રથમ બ્રાહ્માને વાણી શક્તિ દ્વારા ચાર વેદના ઉચ્ચાર કરવાની પ્રેરણા કરી એટલે કે ઋગ્વેદ , યજુર્વેદ , સામવેદ , અને અથૅવવેદ એમ આપ ઈશ્વરી પ્રણીત વેદ વચનના વ્યવહારમાં મૂક્યાં અને તે દ્વારા સમસ્ત ધમૅ ફરજના ભેદ વિભાગ એટલે કે વિધાનો તથા કળાઓ એટલે કે પુરુષ ની ૭૨ અને સ્ત્રી ની ૬૪ કળાઓ છે તે તથા સારાસાર , કૃત્યાકૃત્ય , ગમ્યાગમ્ય , યોગ્યાયોગ્ય , ભૂક્ષ્યાભક્ષ્ય , પેયાપેપ, વગેરે સવૅ જણાવી માનવોને વિધિ નિષેધાદિ લાયક ધમૅ કમૅ મમૅ સિદ્ધાંતો ભણાવવાઅનો કમ દશૉવ્યો... || ૨૦ ||
પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા || ૨૧ ||
જય શ્રી બહુચર માં માડી પંચ મહાભૂતોમાથી સવૅ શક્તિ ઓ પ્રગટ થઈ જે પાંચ તત્વો , પાંચ ઇંદ્રિયોને પાંચ જ્ઞાને થયો તે સિવાય , મન ,રૂપ , ગંધ , અહંકાર, રસ, શબ્દ , સ્પશૅ , મહત્વ, માયા તથા ઈશ્વર વગેરે આ દરેકમાં જે કાંઈ કરવાની શક્તિ છે. તે માં તારા આધિન છે. માં તારી શક્તિ સંયોગથી કાયૅ માં તલ્લીન થવાય છે... || ૨૧ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો