વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૨૮ ,૨૯ , ૩૦ આવો થાય છે અનુવાદ જાણો
આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી.
કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા
ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા. || ૨૮ ||
જય શ્રી બહુચર માં માડી અન્ન ખાઈને જીવન ગુજારનાર, દાસ ચારો ખાઈ જીવનાર તથા વાયુભક્ષી જીવન જીવન વ્યતીત કરનાર અને જળ માં વસી જીવન ગુજારનાર જળચર , થળચર , અને ખગચર વગેરે માનવ પશુ પક્ષી તથા જીવજંતુ પોતાનું પેટપોષણ કરી આયુ નિભાવે છે. તેનાં પન આપ ભરણપોષણ કતૉ માજીદ છો એટલે કે આપજ જીવમાત્રની શક્તિ છો.... || ૨૮ ||
રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા
ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા || ૨૯ ||
જય શ્રી બહુચર માં માડી આપ શ્રીમતિ રજોગુણ , તમોગુણ , અને સત્વ ગુણમ્ય ત્રિગુણાત્મક જગત જીવો ના દુ:ખ ભય ટાળનારાવ્હાર કરનારા છો એટલું જ નહીં પણ મુત્યુ તથા પાતાળ એ ત્રણેય લોક ને તારાનારા તત્વરૂપ છો અને વિશ્ર્વના જનની મા છો... || ૨૯ ||
જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા
કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા || ૩૦ ||
જય શ્રી બહુચર માં માડી જ્યારે જ્યારે જે જે જગ્યાએ જેવું જેવું રૂપ તેં સ્થળે તે સમયે તેવું સ્વરૂપ અને નામ ધારણ કરી ભક્તોના દુ:ખ સંરક્ષણ પુરૂં પાડો છો છતાં પણ જો કોઈ કોટી જપ કે ધુપ કરી ધ્યાન કરી તમને નયન સમક્ષ નિહાળવા માગેતો પણ કોઈ તમને કળી શકતું નથી. કારણકે આપની માયામાં ધણીજ ગુપ્ત શક્તિ ઓ સમાયેલી છે તે અપંરપાર છે ... || ૩૦ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો