વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૧,૩૨,૩૩ નો આવો થાય છે અનુવાદ જાણો
મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા
બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા || ૩૧ ||
જય શ્રી બહુચર માં માડી આપ આદિથી આપ પૃથ્વી પર કૈલાસ પવૅત ની પાસે આવેલા મેરૂ પવૅત પર નિવાસ કરો છો . .. || ૩૧ ||
ન લહે બ્રહ્મા ભેદ , ગૃહય ગતિ ત્હારી મા
વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા || ૩૨ ||
જય શ્રી બહુચર માં માડી બ્રહ્માજી પણ આપની ગુપ્ત ગતિ અને આપના સ્વરૂપ વિભાગ વગેરેના ભેદ જાણી શકાયા ન હતા. તેમજ ચાર વેદો તથા વેદોની વાણી અથવા સરસ્વતિ જી અને વેદો પણ આપના ગુહ્યાગુણાનુવાદ તેમજ વિશ્ર્વના ચરાચર પદાર્થો નો મૂળ ધર્મ અને જ્ઞાન કિયા ચાહેલુ સિદ્ધ કરવાની કૃતિ અંદર બ્રહ્માજી વેદો અને સરસ્વતિ જી પણ પાર ન પામવાની ફક્ત આપના વખાણ કરી તેઓ આનંદ પામેલ છે. તો માહારી મતિ તો તેમની આગળ વાંચો હિસાબમાં છે કે હું ચત્કિચિત ગુપ્ત ગતિનો ભેદ લહી શકું? ... || ૩૨ ||
વિષ્ણુ વિલાસી મન , ધન્ય જ ઉચ્ચરિયા મા
અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા || ૩૩ ||
જય શ્રી બહુચર માં માડી શ્રી ભગવાન વિષ્ણુ એ પણ આપની શક્તિ જોઈ ધન્ય ધન્ય બોલી તમારી શક્તિ વખાણી છે. જગતમાં બીજી અનેક શક્તિ ઓ છે . તે તમારાથી શક્તિ સવૅની લીલા છે. ધણા રાક્ષસોને ભક્ષી ભયામુકત ભૂમી કરી જેથી બાળા ત્રિપુરા રૂપ બહુચરી તરીકે ખ્યાતિ પામ્યા છો... || ૩૩ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો