વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૪,૩૫,૩૬ નો આવો થાય છે અનુવાદ જાણો
માને મન માહેશ, માત મયા કીધે મા
જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા || ૩૪ ||
જય શ્રી બહુચર માં માડી શ્રી મહાદેવજી પણ આપ માડીની લીલા ને માન આપતા હતા કેમકે તેઓ પણ આપ માની કૃપા શક્તિથીજ સંહારક શક્તિ ધરાવતા હતાં તેમજ ઈન્દ્ર પણ સ્વગૅ સામ્રાજ્ય નું આધિપત્ય પણું અને શેષનાગ પોતાની ફણા પર પૃથ્વી ને ધારણ કરવાનું અગાધ શક્તિ બળ વડે નિભાવે છે તે આપની ઈચ્છા કૃપા કરૂણા દિવ્ય પ્રતાપ શક્તિ પૂજારી થવાથીજ બ્રહ્મા સૃષ્ટિ રચી શક્યા નારાયણ ભગવાન જગપાલન કરવામાં નિમગ્ર રહ્યા. શિવજી જંગ સંહારમા પ્રવૃતિવંત બન્યા વેદો આપ માડીની વાણીનાજ સૂત્રોથી સ્તુતિ કરવા લાગ્યા. સરસ્વતીજી વાણી વિલાસ અને ઈન્દ્ર અધિકાર શક્તિને શોભાના લાગ્યા એ સવૅ આપ પ્રતાપની જ છે... || ૩૪ ||
સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા
નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા || ૩૫ ||
જય શ્રી બહુચર માં માડી હજાર ફણાવાળા શેષનાગે પણ જ્યારે આપની શક્તિ ની ભક્તિ કરી ત્યારે જ નાગેશની પદવી અને કીતી મેળવી છે અને શ્રી વિષ્ણુ ભગવાનની શૈયામા ભાંગી બની આપનાર શક્તિ નો આપ પ્રતાપથી પરિચય કરાવ્યો અને નાગપતિ પદને શોભાવ્યું... || ૩૫ ||
મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તારાહ, તે તુજ મહાત્મ્ય મહી મા . || ૩૬ ||
જય શ્રી બહુચર માં માડી ભગવાન નારાયણના અંશરૂપ મચ્છાવતાર વારાહાવતાર
નૃસિહાવતાર તથા વામનાવતાર વગેરે સ્વરૂપો ધારણ કરી પૃથ્વી અને ભક્તોની વ્હારે ધાઈ
તે પણ આપની મહાત્મ્ય લીલા છે. પરમ પુરૂષની પ્રકૃતિ સાથે ભળવાની શક્તિ ધરાવી શકે
માટે જ કહેવાય છે કે આ બધો આપનો જ પ્રભાવ છે આપની માયાથી થયેલા આ અંશાવતાર છે ... || ૩૬ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો