વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૬,૧૭,૧૮, નો આવો થાય છે અનુવાદ જાણો
શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા || ૧૬ ||
જય શ્રી બહુચર માં માડી આપ વિશ્વજનની એ સૃષ્ટિ રચવાની સહજ સ્વભાવે અલ્પ વિચારણા કરી જેથી જરા જેટલી દયા દ્રષ્ટિ ની કરૂણા શક્તિ વડે કોટી કલ્પ ની રચના રચાઈ. કદાચિત્ત બ્રાહ્મા જેવા આપ શક્તિ પ્રભા વિના સૃષ્ટિ રચવા ઉધમ આદરતા તોપણ કશું બની શકત જ નહીં કેમકે એ તો આપની પ્રભાવશક્તિ માં જ સત્તા સમાયેલી છે... || ૧૬ ||
માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં. || ૧૭ ||
જય શ્રી બહુચર માં માડી આપ માતની વિચાર સૃષ્ટિની ઈચ્છા શક્તિએ મુક્ત સૃષ્ટિ સરજનરૂપે રમત રમવાનું વિચાર્યું. સાચું શું ખોટું શું , ધમૅ શું? તેનો જગત ને પરિચય આપવા માટે સાત સ્વર્ગ અને સાત પાતાળનું સજૅન કયું. ભૂ , ભુવઃ , સવ: , મહ, જન, તપ, સત્ય, અતળ , વિતળ , સુતળ, રસાતળ , તળાતળ , મહાતળ, અને પાતાળ આ પ્રમાણે ચૌદ લોક સર્જ્યા છે... || ૧૭ ||
નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા || ૧૮ ||
જય શ્રી બહુચર માં માડી તેમાં આપે સવૅથી પ્રથમ સકળ વસ્તુને ગતિ આપનાર કિંવા મર્યાદા માં રાખનાર પંચતત્વ એટલે કે પૃથ્વી , પાણી , આકાશ ,તેજ અને વાયુઓનું સ્વાભાવિક સ્નેહસહ નિર્માણ કર્યું અને વશ જે છે જ એટલે કે વસ્તુ સ્વરૂપે જે જે છે તે બ્રાહ્માડ કરી ભ્રમણ કરતાં કર્યું કેમકે એઓની સતા વિના કોઈ યંત્ર મંત્ર તંત્ર પ્રાણી પદાથૅ વગેરેનું અસ્તિત્વ સંચાલન કાયૅક્રમ નીભીજ શકતા નથી... || ૧૮ ||
Check Out Best Deal of Day
Amazon Prime offer which give Music Free, Free Movie , Web series to watch live on Amazon Prime Video.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો