બુધવાર, 23 ડિસેમ્બર, 2020

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૨૨,૨૩,૨૪ નો આવો થાય છે અનુવાદ જાણો

 

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 


 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા

જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. || ૨૨ ||

 

જય શ્રી બહુચર માં   માડી દરેક પ્રમાણસર જગતનું મંડાણ આપના પ્રતાપથી જ થયેલ છે. જડ પ્રાણીઓની અંદર આપ બિરાજમાન છો. જગતની સવૅ શક્તિઓનુ ઉદભવ સ્થાન આપ છો.... || ૨૨ ||

 


 

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા

બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા  || ૨૩ ||

 

જય શ્રી બહુચર માં   માડી પ્રલયકાર સમયે જળશાયી શેષ શય્યા પર નારાયણ ભગવાન મૂળ પ્રકૃતિમય પોઢેલ હતાં. તે સમયે અંતરિક્ષમાં તેમનાં શરીર ને ખોળામાં રાખી નિરાધાર ના આધાર બની રક્ષણ કર્યું હતું આમ શક્તિ મહાત્મ્ય આભાર માનતું વણૅન કરવામાં આવ્યું છે... || ૨૩ ||


 
 
 
 
 

વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા

ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા  || ૨૪ ||

 

જય શ્રી બહુચર માં  માડી વિશાળ આકાશમાં સુંદર રચાનાત્મક અનેક બ્રાહ્મંડનો ઠાઠ મુક્યો છે. પરંતુ દરેકમાં સરખો ધાટ હોય તેવું દેખાવા રૂપ જ છે. આપની તેજ શક્તિથી તે ઠાઠમાઠ દેખાય છે. તે બધા કાચા કાચ જેવા ક્ષણિક છે. આ શરીરરૂપ કાચ ધણોજ કાચો બનાવ્યો છે.... || ૨૪ ||

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો