રવિવારે કરો માં ખોડલ ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી માં લખાણ સાથે | Khodiyar Chalisa in Gujarati | Okhaharan
ખોડીયાર ચાલીસા
અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,
જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,
નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ,
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત,
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર,
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન,
જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત,
ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ,
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્,
ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય,
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ,
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય,
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર,
એ.....ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર,
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ,
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત,
મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય,
અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ,
ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન,
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
મોમડિયાની બાળને, ભજતા પાતક જાય,
આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર,
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર,
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય,
સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય,
લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ,
લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર,
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય,
'મા' ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધામ,
બોલ શ્રી ખોડિયાર માતની જય
Khodiyar Photo Online Buy |
સવૅ કુળદેવી મંત્ર અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Jay Khodiyar maa
જવાબ આપોકાઢી નાખોજય મા મોક્ષદાયિની ત્રિપુરાસુંદરી
જવાબ આપોકાઢી નાખોજય મા પરમમાતા ખોડિયાર