વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૭,૩૮,૩૯ નો આવો થાય છે અનુવાદ જાણો
પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા
બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા. || ૩૭ ||
જય શ્રી બહુચર માં માડી પરશુરામાવતાર , રામાવતાર એ બેઉ રામ કે જે મહાન બળ બતાવી એકવીશ વખત એક નિક્ષત્રી પૃથ્વી કરી અને બીજા એ અપરિચિત બળધારી દશ પ્રકારના અંશાવતાર રૂપ સ્વરૂપ ધયૉ તે પણ આપ શક્તિ ની સહાયતાથીજ ધરેલા છે. અથૉત શક્તિ સ્ફુરાયમાન થવાથી જ એ લીલા કરી છે.... || ૩૭ ||
મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું મા
તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું મા || ૩૮ ||
જય શ્રી બહુચર માં માડી જયારે કંસ્ની આસુરી ત્રાસ પામતાં દેવકીજી એ પોતાના પતિદેવ વાસુદેવજીએ પોતાના શુચિન્હરધર દિવ્યદેવાશી બાળકને બચાવી લેવા વિનંતી કરી જેથી તેઓ બાળકને લઈ ગયા પણ તે વખતે વાસુદેવજી પાછા આવે ત્યાં લગી ચોકીદારોને ધોર નિદ્રા આવી જતાં તેઓ કશું જાણવાજ ન પામે તેવી મોહજાળ હ મૈયા આપેજ બાછાવી હતી... || ૩૮ ||
કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા
ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું મા. || ૩૯ ||
જય શ્રી બહુચર માં માડી આપે શ્યામ કૃષ્ણાવતાર કળિયુગ કમલહારક નિમિત્ત પ્રકટ કર્યો અને ભક્તિ તથા મુક્તિ દેનાર થઈ દશૅન દીધું. એટલેકે રામાવતાર ની પર લીલા સમય ભકતજનને આપેલાં વચનો પાલન કરવા માટે કૃષ્ણાવતાર ધારણ કરી સેવા અને સકળ દુ:ખાની મુક્તિ સમપી સેવકોને દશૅન દ્રારા ઉધ્દ્રાયૉ એ સવૅ આપ માડીનીજ સમૃદ્ધિ હતી... || ૩૯ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો