રવિવાર, 3 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૦,૪૧,૪૨ નો આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૦,૪૧,૪૨ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 


 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા

એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા || ૪૦ ||

 

 

જય શ્રી બહુચર માં  માડી  વ્યંઢળ સ્ક્ષત્રીત્વ અને પુરૂષ પણું તે નવાઈ સંસામૉ વેદ અને સ્મૃતિમાં વર્ણવેલા છે કે ભિષ્મ પિતામહ પ્રાણ લેનાર શિખંડીને નપુંસકપણુ ટાળી પુરૂષ તત્ત્વ આપ્યું. અર્જુન પર અપ્સરાનુ મોહિત થવું અને અર્જુન અપ્સરાથી મહાત ન થયા . ત્યારે તેણીએ આપેલ શાપ પણ આપે દુર કરી પુરૂષત્વ આપ્યું હતું. તથા કૃષ્ણકુવરી પુરૂષત્વ આપ્યું હતું... || ૪૦ ||

 


 

જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા

મા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ મા || ૪૧ ||

 

જય શ્રી બહુચર માં  માડી  વ્યંઢળ શરીર અળખામણું છે. પણ જીવનનું મહાત્મ્ય છે એટલે જ ઈન્દ્ર ભગવાને યુક્તિ થી અર્જુન શાપ મુક્ત કરાવેલ તે માં તારીજ માયા છે. એથી જ કહેવું યોગ્ય છે કે માં નો મોટો મહિમા છે... || ૪૧ ||


 
 
 
 

મહિરાવાણમથિ મેર, કીધે રવૈયો સ્થિર મા

કાઢ્યાં રત્ન એમ તેર, વાસુકિના નેતર મા  || ૪૨ ||

 

જય શ્રી બહુચર માં  માડી  મેરૂ પવૅત સ્વૌયો અને વાસુકિ નાગના નેતરા કરી સમુદ્ર નું મંથન કર્યું ત્યારે નાગની પુંછડી ભણી દેવો અને મુખભણી દૈત્યૌનો રહેવાની બુદ્ધિ પ્રેરી મંથનના અંતે ઐરાવત હાથી, ઉચ્ચશ્રવા , અશ્ર્વ, શંખ , કૌસ્તુભમણિ , અપ્સરા , ચંદ્રમા , અમૃત , ધન્વંતરિ, કામધેનુ , કલ્પદ્રુમ , મદિરા, હાલાહલ, કાળકુટ , લક્ષ્મી અને ધનુષ્ય, એ ચૌદ રત્નો દૈવિ અને આસુરી સંપત્તિ સંયોગથી પ્રાપ્ર કયૉ તે સવૅ પ્રતાપ આપનોજ હતો... || ૪૨ ||

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો