વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૬,૪૭,૪૮ નો આવો થાય છે અનુવાદ જાણો
નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા
રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા. || ૪૬ ||
જય શ્રી બહુચર માં માડી ભીમકરાજાની કંવુરી રૂક્ષ્મણીજીએ પણ આપ જગદંબા ના પૂજન વડે કૃપા મેળવી અને શ્રી કૃષ્ણચંન્દ્ર એવા મન માન્યા સ્વામી પ્રાપ્ર કયૉ હતા... || ૪૬ ||
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા || ૪૭ ||
જય શ્રી બહુચર માં માડી જ્યારે કોરવપતિના છળપંપ્રચથી પાંડવો ને જુગારદ્રારા બાર વષૅ વનવાસ વેઠ્યા ઉપરાંત એક વષૅ કેવળ ગુપ્ત વનવાસ થયો હતો એટલે કે દુર્યોધન ને પાડું પુત્ર યુધિષ્ઠિર, અર્જુન ,ભીમ, સહદેવ , અને નકુળ એ પાંચ પાંડવો ને જુગારમાં હરાવી દ્રોપદી સહિત તેર વષૅ વનવાસ આપ્યા છતાં આપ માંડી ને સ્મરણથી તેઓએ તેર વષૅ સુખ પૂવૅક નિગૅમ્યા હતાં... || ૪૭ ||
બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોથી મા
સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહ થી મા. || ૪૮ ||
જય શ્રી બહુચર માં માડી જ્યારે પધુમનપુત્ર અનિરુદ્ધને બાણાસુર દૈત્યો ઓખાપુત્રીના કારણે કેદ કયૉ હતો . ત્યારે આપ શંખલપુર માં બેઠેલી માં બહુચરી તમને સમયૉ કે તરત જ કેદખાનામાથી મુક્ત કરી તે પોતાના સ્થાને પહોંચ્યા.. || ૪૮ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો