ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૯,૫૦,૫૧ નો આવો થાય છે અનુવાદ જાણો

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૯,૫૦,૫૧ નો આવો થાય છે અનુવાદ જાણો


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 




 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
  
 
 
 

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી મા

શક્તિ સૃષ્ટી મંડાણ, સર્વ રહ્યાં રાખી મા  || ૪૯ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ અને એ દરેકની અંદર રહેલ અઢાર પુરાણો તેમાંથી મેળવેલ સપ્રમાણ શબ્દ સાક્ષી આપે છે કે શક્તિ મહામાયા અને પ્રકૃતિ એ વિશ્ર્વલિલાનુ મંડાણ છે. એથી નકકીજ છે કઈ શક્તિ ની સહાયતા વિના કોઈપણ કાયૅ સિદ્ધ થતું નથી... || ૪૯ ||

 

 



જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા

સમવિત ભ્રમતિ ખોઈ, કહી ન શકું કેવી મા. || ૫૦ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ચૌદ લોક માં અણું અણું માં જ્ઞાન ચક્ષુથી નિહાળ્યા. જે જે જગ્યાએ જ્યાં જ્યાં જેવું રૂપ ગોચર થયું ત્યાં ત્યાં તુ તે સ્વરૂપે દેખાઈ. આપણુ સ્વરૂપ વણૅવી શકાય તેમ નથી. એટલેકે મારા મનની વાણીથી ધણા દૂર છો... || ૫૦ ||

 
 
 

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવાની મા

આદિ મધ્ય અવસાન, આકાશે અવની મા || ૫૧ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ભૂતકાળ ભવિષ્યકાળ અને વતૅમાનકાળ પણ આપ ભગવતિ સવૅ વ્યાપી છો. સંસાર ની ઉત્પત્તિ પહેલાં પણ આપ હતા. અને લીલા , વધારી , મધ્યકાલીન પણ સૃષ્ટિ નુ પાલન પોષણ કર્યું અને નાશના સમયે પણ તમારી કોપાયમાન શક્તિ થી નાશરૂપી રાક્ષસો પાપાત્માઓ થતાંજ ગયા અને શિક્ષાને પાત્ર સવૅસ્થળે વ્યાપી છો... || ૫૧ || 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો