વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૫,૫૬,૫૭ નો આવો થાય છે અનુવાદ જાણો
સકળ સિધ્ધિ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહિ મા
સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ મા || ૫૫ ||
જય શ્રી બહુચર માં માડી સવૅ પ્રકારની સુખદાયક સિદ્ધિ માં તથા દુધ , દહિ, ધી અને સવૅ પ્રકારના રસોમા સરસતા આપનાર પણ આપજ છો કેમકે આપ વિના અન્ય કોઈ આ સાંસારિક સુખદ સમૃદ્ધિ અંદર સૃરસની વૃદ્ધિ કરનાર છે જ નહીં... || ૫૫ ||
સુખ દુઃખ બે સંસાર, ત્હારા ઉપજાવ્યાં મા
બુદ્ધિબળની બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા || ૫૬ ||
જય શ્રી બહુચર માં માડી સંસાર ના સુખ અને દુઃખ બંને આપે જ રચેલા છે તે આપની જ બલિહારી છે સંસારમાં ધણાં સફળ ગણાતા બુદ્ધિ અને બળનુ સજૅન આપે જ આધારિત છે જેની ઉપર આપની પરમકૃપા હોય છે જે આપની માયામાં નાશ ન પામતા પાર ઉતરી જાય છે... || ૫૬ ||
ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધ મા
શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા મા || ૫૭ ||
જય શ્રી બહુચર માં માડી ભૂખ લાગવારૂપે તરશ લાગવારૂપે નિદ્રા રૂપે બાળારૂપે યૌવનરૂપે શાંતિ રૂપે વૃદ્રારૂપે શૌયૅશૂરવીરતારૂપે ક્ષમારૂપે અને સવૅ બાબત અંદર અટળ શ્રદ્ધા સ્વરૂપે પણ આપનીજ સ્ફુરયમાન થઈ રહેલી દ્રષ્ટિગોચર થાય છે... || ૫૭ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો