વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૮,૫૯,૬૦ નો આવો થાય છે અનુવાદ જાણો
આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી.
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા || ૫૮ ||
જય શ્રી બહુચર માં માડી કામવાસનાની કોપની મોહિની લોભની અંહકારની ઈષૅયાની મમાતાની તૃષ્ણાની સ્થિરતાની ક્ષોભ સંકોચની લજ્જની ધૈયૅતાની અને સમતાની લાગણીઓ વગેરે પણ આપજ મુખ્ય છો... || ૫૮ ||
ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા
વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા. || ૫૯ ||
જય શ્રી બહુચર માં માડી હે જગતજનની ધમૅ , અથૅ , કામ , કોધ , અને મોક્ષ રૂપે તમારી આશાઓમા સમાયેલા છે. પ્રાણીમાત્રના હ્રદયકમળમા વિશ્રામ રૂપે છવાઈ રહેલાં છો. ધમૅકિયા ધનપ્રાપ્તિ ધંધામાં આનંદલિલામા અને દરેક દુ:ખ ની જીવનમુકતિ માટે જ મેળવવામાં આપની કૃપા જ થાય તો કશું જ મેળવી શકતું નથી|| ૫૯ ||
ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા
ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદે થી મા. || ૬૦ ||
જય શ્રી બહુચર માં માડી ઉદય અસ્તકાળમા અરૂણોદયકાળમા આપજ અનાદિકાળથી છો. સૂર્ય , ચંન્દ્ર , આકાશના તારા મંડળ , પંચ મહાભૂતોમાથી અને પ્રાણીઓના અજવાળા ના ઉદય પણ આપ અનાદિકાળથી અસ્તિત્વ માં છો. પૃથ્વી પરથી સમસ્ત ભાષાઓ વાક્ય આનંદ વાણી વિલાસ એ સવૅમા શબ્દશકતિ સ્વરૂપ આપ ભગવતિ સમાયેલાં છો... || ૬૦ ||
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૫,૫૬,૫૭ નો આવો થાય છે અનુવાદ જાણો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો