સોમવાર, 25 જાન્યુઆરી, 2021

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ?બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે? બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે? બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

 
 

બિલીપત્ર નો મહિમા

 સદાશિવ ના લિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી સદાશિવ સદેવ પ્રસન્ન રહે છે તેની કૃપા ભક્તો ઉપર ઉતરે છે
 

 બિલ્વની  ઉત્પત્તિની કથા આ પ્રમાણે છે 

એકવાર દેવીગિરિરાજના વિશાળ લલાટ પર પરસેવાનું બિંદુ ઉપસ્યું દેવીએ તેને લૂછીને જમીન પર ફેંક્યુ.  તે પરસેવાના બુંદ વડે વિશાળ વૃક્ષ થયું એક દિવસ ફરતાં ફરતાં દેવીએ તે ઘટાદાર વૃક્ષ ને જોયું દેવીએ તે વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું. બિલ્વ ના  પાંદડાં વડે ભગવાન શિવજી નો ભાવ પૂર્ણ રીતે પૂજન કરાય છે.




બિલ્વના કયારાને જળથી ભરપૂર રાખવો વૃક્ષનું જતન કરવું, પૂજન  કરવું,  અર્ચન કરવું આમ કરવું એટલે જ શિવ પૂજન. ત્યાં દીવો પ્રગટાવાય. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવપાર્વતી તેના થડમાં દેવિ દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી પત્રોમાં પાર્વતી ફળમાં કાત્યાયની છાલમાં ગૌરી અને પુષ્પોમાં ઉમાદેવી નો વાસ રહેલો છે તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે

શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી વખતે નીચેનો મંત્ર અવશ્ય વાંચવો અને વળી તે અખંડ હોવું જોઈએ 

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુતમ્ |
ત્રિજન્મ પાપ સંહારં બિલ્વપત્રં શિવાપણૅમ્ ||

જો તમને આ લેખ સારો લાગ્યો હોય અને
સમય હોય તો ૐ નમઃ શિવાય 
 
xxx
 
 

 


 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો