દરરોજ કરો શ્રી રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે
શ્રી રાંદલ માના ચાલીસા
શ્રી રાંદલ માતાયૈ નમઃ
વંદુ ગજાનન વિધ્ન હર સરસ્વતી લાગુપાય
વાણી આપો શારદા મા રાંદલ ગુણ ગવાય
ગૌરવણૅ નિલાંબર ધારી જગ જનની દર્શન સુખકારી
નમુ નારાયણી રાંદલમાતા કમળાસની કર કમળ સુહાની
પ્રથમ નામ સુઅર્ચના માતા રાંદલ છાયા સંજ્ઞા ખ્યાતા
નારાયણી રત્ન જગ જાતા કઠીન તપસ્વીની અશ્વિની માતા
સપ્તનામ રાંદલ નિત ગાયે વેહમ મદ કુસંપ જાયે
પિતા વિશ્વકમૉ વિખ્યાત મેના માતા શુભ સફળ દાતા
તીવ્ર તેજ પતિ સુરજ દેવા પતિ મુખ દર્શન મળે ન સેવા
દર્શન કરતા નેત્ર બિડાયે પતિ મુખ દર્શન કદી ન થાયે
રત્રાએ ચિત્ત વાત વિચારી કહી પિતા બ્રહ્માને સારી
કારણ પૌત્રનુ મન વિચારી વિચારી વાણી વેદ સુખકારી
તપો પંચવ્રત કઠિન કુમારી પતિમુખ દર્શન થશે સુખકારી
રાંદલ ચિતમાં વાત વિચારી પોતાની છાયા રચી સારી
આદિત્ય સેવા છાયા થકી થાયે માં રાંદલ તપ તપવા વન જાયે
ધર્મારણ્ય ગયા જગદંબા આહિત અશ્વિની રૂપે તપ આરંભ્યા
થયા પછી ત્યાં મનુ સાવણી શનિ તાપીના નામે
રાંદલ પુત્ર ગુણી યમરાજા કહે પિતાને મૂકી મન માઝા
ભેદભાવ મમ માતા રાખે ને મુજ પર કંટાળી દાખે
ધરે ધ્યાન વિસ્મય જગમાતા તપે તપ અશ્ર્વિની રૂપે જગમાતા
અશ્ર્વરૂપે આદિત્ય ત્યાં જાય અતિ સુખ પતિ મુખ દર્શન થાયે
રવિ રાંદલ પુર આનંદ માયે પુષ્પવર્ષા કરી દેવો જય ગાયે
તપ આચરે પરાગ સુખ થાયે મટે કોઢ અંધાપો જાય
યમ યમુના અશ્વિની કુમારી મનુ વૈવસ્ત રૈવત નિધૉરા
રાંદલ પ્રજા પરમ સુખદાયી નાસે રોગ યમ ભીતિ જાયે
>
સોરઠ દેશ શુભ દડવા ગામે ગોપ ગણાતા નેહ તે નામે
માનવ લીલા માત વિચારે સુંદર બાળા નું રૂપ ધારે
ત્રણ વર્ષ અતિ રૂપવતી બાળા મળી ગોપગણ તને વિશાલા
વાચા નહીં સંજ્ઞાથી સમજાવે નામે સહુ બોલાવે
સાત દુકાળ પડ્યા અતિ ભારી નેહે ઘણું ઘાસ વર્ષા બહુ સારી
અતિ ઉત્તમ ગૌસેવા જાણી ધેનું ચરાવે રાંદલ રાણી
સોળ વષૅ વય સંજ્ઞા થાય રૂપમાં ગુણ માના બહુ વખણાયે
દુષ્ટો હરવા આવ્યા માતા સિંહની બની ધેનુ સાક્ષાત
સિંહ આરૂઢ નારાયણી થાયે ચક્ર ત્રિશુળથી સૈન્ય હણાયે
જય જય જય સંજ્ઞા જય ગાયે આતમના ષડશત્રુ હણાયે
અતિ શુભ આશિષ રાંદલ રાખે કમૅ બંધન ભવના કાપે
કન્યા સંધવા મનવાંછિત પામે વિધવા સત્ય વ્રતે દુઃખ વામે
સુદ બીજ સત્પષિ ભાનુપ અલૂણ તપ થાય મન માન્યું
સિમંત ઉપવતિ લગ્ન શુભ કામ પુંજે રાંદલ સુખ-સંતત્તિ પામે
ઔરંગાબાદ શુભ સીતલ ધામે સંમત વીસ ચુમાલીસ નામે
મા રાંદલ ચાલીસા દલપત ગાયે ઉપનામે રાંદલ આનંદ કહેવાય
રાંદલ ચાલીસા ભણે પદારથ પામે ચાર
વેદો વિદ્યા ધન-સંપત્તિને સદગુણ ગુણી પરિવાર
અત્ર નિદ્રા આસન અને ગૃહ જીવન કુટિર ત્યાગ
પંચ ત્યાગથી તપ તપે પંચ વ્રતી મહાભાગ
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો