શ્રી ખોડિયાર બાવની ગુજરાતી લખાણ સાથે | Khodiyar Bavni with Gujarati Lyrics | Khodiyar Bavni Gujarati | Okhaharan
શ્રી ખોડલ જંયતિ સ્પેશિયલ ખોડિયાર માઁ ના બાવન ગુણ નો પાઠ ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય
શ્રી ખોડિયાર બાવની
ગોરી સૂતને કરી પ્રણામ , ઝૂકે સરસ્વતીને કરી યાદ ,
આારંભું ખોડિયાર મહિમાય , સહાય થજો શ્રીહરિ કૃપાળ
સૌરાષ્ટ્ર પ્રદેશ રંગપુર ગામ , મા ખોડિયાર પ્રગટયાં તે ઠામ.
ચારણ મામડિયો છે તાત , મીણબાઈ નામે છે માત .
શિવભક્ત દંપતી નેક , કરે ત્રિકાળ સેવા ધરી ટેક .
સાત બહેનડીઓ જન્મી સાથ , તેમાં નાની તે ખોડિયાર .
માતા જોગણીનો અવતાર , ખમકારી ખોડિયાર સાક્ષાત
ખોડ ખાંપણની તે હરનાર , તેથી નામ પડ્યું ખોડિયાર.
વળી પગે ખોળંગાતી ચાલ , તેથી પણ છે નામ ખોડિયાર .
બહેનડીઓનો એક જ ભાત , મેરખીઓ નામે વિખ્યાત .
સર્પદંશથી તે પામ્યો મર્ણ , પડ્યો તુર્ત પટકાઈ ધર્ણ .
દિવ્ય લોકથી અમૃત કુંભ , લાવી કીધો તે જીવિત તુર્ત .
માનવ ધર્મનું આચરી માત , પરણ્યા પવિત્ર ચારણ સાથ .
પરચા તારા માડી અપાર , વર્ણન કરતાં થાકે જિહવાય .
વરોળ ગાય દુઝણી થઈ , ગોપાળ માળા જપતો સહી .
ગોરની દુઝણી ગાય મરી , માડી ! તેં તો સજીવન કરી .
ગવરો ગોર ઈર્ષાળુ થયો , ગાંડો થયો તેં ડાહ્યો કર્યો .
વલ્લભીપુરનો ધાર્મિક રાય , પાંચ વરસનો રોગી કુમાર .
તારી કૃપાથી નિરોગી થયો , રાજા રાણીને હરખ કુવો .
નવરાત્રિના નવમે દિને , પ્રગટયાં મા ત્યાં તેજ ધરીને .
જોગણીઓ શિર ગરબાના ઘટ , ચક્કર ચક્કર ફેર ઝટઝટ .
ગુલાલની છોળ ઊંડે અપાર , પુષ્પોનો વરસ્યો વરસાદ :
ગરબો રંગે હેલે ચડ્યો , આનંદનો ઉદધિ . ઊછયો .
મળ્યો સર્વને દર્શન લ્હાવ , થોડીવાર ૨મી થયાં વિદાય .
તેજો - વેજો ડાકુ કૂર , હરી મા ! તારી ઘોડી અબૂધ .
સાંઢણીઓ ત્યાં ચોંટી ગઈ , બેઉનાં માથાં ફૂટ્યાં ત્યાંહી
ભટકાવીને ફોડ્યાં જેમ , શ્રીફળ પથ્થર સાથે તેમ
માનું સ્થાનક તોડવા કાજ , આવ્યો ધૂંધળીનાથ મહારાજ
ધુણાવ્યો ધૂંધળીનાથ અપાર , ઉઠાવ્યો ધૂણો તત્કાળ.
વિજાણંદ આહીરનો યુવાન , તારી કૃપાથી મા ખોડિયાર .
હરાવ્યો તાનસેન સંગીતસમ્રાટ , એવો તારો પરચો મહાન .
હઠીસિંહ રાજા મહાન કામાંધ , પરણી કન્યા સહ રમે રંગરાગ .
ચારણ કન્યા પરણીને જાય , તે પર મોહ્યો પાપી રાય .
રક્ષણ માટે કન્યાએ ત્યાંય , કર્યો પોકારે તને ખોડિયાર માય .
આઠમી બહેન ગણી કરજો સહાય , આવી તે કર્યો રાવ ભસ્માંગ .
કુંડલા ગામના પાણીનો ત્રાસ , નદી નાવલીથી કર્યો નાશ .
સોમલદે પ૨ કરી કૃપા તવ , નવ વરસે કીધો બાળ પ્રસવ .
સાંગણવા ગામ નજીક નિર્વાણ , દેહ ભાવ ત્યજી ગયાં સ્વધામ .
જીવન સાથી પતિ ચારણદેવ , જ્યોતિ પ્રકાશે સિધાવ્યો તેહ .
સૌરાષ્ટ્ર - ગુજરાત ઠેર ઠેર , માનાં સ્થાનક સ્થપાયાં તેહ .
શિહોરના ડુંગર પર માત , માજી બિરાજ્યાં સ્વયં આપ .
ખોડિયાર મંદિર સ્ટેશન પાસ , ભક્તો તણું છે યાત્રાધામ .
કંસાર શ્રીફળના નૈવેધ ધરાય , આરોગી મા પ્રસન્ન થાય .
નવે ખંડમાં ફરકે ધજાય , દર્શન કરતાં દુઃખડાં જાય .
મૂર્તિ મનોહર રમ્ય રસાળ , ભક્તોને આનંદ અપાર .
ભાવ - ભક્તિથી જે પૂજન કરે , નરનારી તે ભાવસિંધુ તરે .
તારી જ્યોતિનો દિવ્ય પ્રકાશ , દિન દિન થાતો તારો વિકાસ .
આઘશકિત અંબા સાક્ષાત્ , પરમ પાવની ભગવતી માત .
રિદ્ધિ - સિદ્ધિની તું દેનાર , મહિમા તારો અપરંપાર
સદા ઊગમણું તારું દ્વાર , સૂર્યદેવને કરતા નમસ્તકાર
ભક્તજનોનાં કરતાં કામ , બોલો જય જય શ્રી ખોડિયાર ..
વલણ
ખમકારી ખોડિયારની , બાવની જે કોઈ ગાય
માડીની કૃપા તો , જર૨ અનુભવ ( તેને ) થાય
યાચના
જગત જનેતા આપ છો ખોડલ તુજ આધાર
ભવસાગરથી તારવા, તરત બનો તૈયાર
ખોડલ વરસાવજો , અમી તણોવરસાદ
માગે મલુજી માવડિ અવિચળ રહેજો યાદ
બોલીયે આઈ શ્રી ખોડિયાર માતકી જય
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
આઈ શ્રી ખોડિયાર જરૂર લખજો.
Khodiyar Photo Online Buy |
સવૅ કુળદેવી મંત્ર અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો