ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2021

ગુરુવાર એટલે ગુરુ નો વાર દરરોજ કરો ગુરુ દત્તાત્રેય ના બાવન ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Datt Bavani Lyrics in Gujarati | Okhaharan

ગુરુવાર એટલે ગુરુ નો વાર દરરોજ કરો ગુરુ દત્તાત્રેય ના બાવન ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Datt Bavani Lyrics in Gujarati | Okhaharan

datta bavni in gujarati
Datta Bavni in Gujarati Lyrics

 



  >

Shree Datta Bavani  श्रीदत्त बावनी  શ્રીદત્ત બાવની

 

માલા કમંડલુ લસે કર નીચલામાં ડમરુ ત્રિશૂળ વચલા કરમાં બિરાજે,

ઊંચા દ્રિહસ્તેકમલે શુભ શંખચક્ર એવા નમું વિધિહરીશસ્વરૂપદત્ત. 

જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ,

અત્રી અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.

બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર,

અંતર્યામી સત્ત ચિત્ત સુખ, બહાર સદગુરૂ દ્વિભુજ સુમુખ.

ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય,

ક્યાંક ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.

આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ!

સુણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્ણ તું સાક્ષાત,

 

 

  શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે

 

 ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

દીધી રિદ્ધિ સિદ્ધી અપાર, અંતે મુક્તિ મહાપદ સાર.

કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણ મુજને ના આલંબ !

વિષ્ણુશર્મા દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ,

જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર ત્યાં તતખેવ,

વિસ્તરી માયા દિતિસુત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર્ત.

એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.

દોડી આવ્યો સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,

બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.

એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ?

દોડ અંત, ના દેખ અનંત ! મા કર અધવચ શિશુનો અંત!!

 

જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ.

સ્મૃતીર્ગામી કલિતાર કૃપાળ ! તાર્યો ધોબી છેક ગમાર.

પેટપીડાથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર.

કરે કેમ ના મારી વહાર? જો આણી ગમ એક જ વાર!!

શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ?

જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યાં સફળ તેં સુતના કૃત્ય,

કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધા પુરણ એના કોડ,

વંધ્યા ભેંશ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.

ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ.

 

શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

બ્રાહ્મણ સ્ત્રી નો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર.

પિશાચ-પીડા કીધી દૂર, વિપ્ર પુત્ર ઉઠાડ્યો શૂર.

હરિ વિપ્ર મદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.

નિમેષ માત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રી શૈલે દેખ !

એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ.

સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.

યવનરાજ ની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ,


રામકૃષ્ણ રૂપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ,

તાર્યાં પત્થર ગણિકા વ્યાધ ! પશુપંખી પણ તુજને સાધ !!

અધમ ઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ?

આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ !

મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્માણ,

ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.

નાસે મૂટ્ઠી દઈને તૂર્ત, દત્ત ધૂન સાંભળતા મૂર્ત.

કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ,

 

 શ્રી દત્ત મહામાલા મંત્ર જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સુધારે તેના બંને લોક, રહે ન તેને કયાંયે શોક !

દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેના જાય.

બાવન ગુરુવાર નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ.

યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.

અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ !

સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક !!

વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર !

થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ?

અનુભવ તૃપ્તિ નો ઉદગાર, સુણી હશે તે ખાશે માર !

તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ !

||શ્રી અવઘુતચિતન શ્રી ગુરુદેવ દત્ત ||

 

 

શ્રી દત્તાત્રેય ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો