516 વષૅ પછી ખાસ શિવરાત્રી યોગ રાશિ મુજબ પુજન સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આખું વષૅ લાભ જ લાભ
Shivratri 2021 |
મહાશિવરાત્રી એ દેવો ના દેવ મહાદેવ નો પવૅ છે. મહાશિવરાત્રી પવૅ મહા માસની વદ પક્ષની તેરસ ઉજવાય છે. આ વષૅ મહાશિવરાત્રી 11 માચૅ 2021 ગુરુવાર ના રોજ ઉજવાસે.
આ દિવસે મહાદેવ ના મંદિર માં પુજન અને દશૅન માટે ભકતો ની ભીડ રેહશે. મહાદેવ ના મંદિર શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હિન્દુ શાસ્ત્રા અનુસાર માન્યતા છે કે પ્રાચીન સમયમાં આ તિથિએ દેવી પાર્વતી અને શિવજીના લગ્ન થયાં હતાં તથા એક અન્ય માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સામે શિવજી અનંત સ્વરુપ લિંગ સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં.
મહાદેવ ના મંદિર માં ખાસ આટલી પુજા જરુર કરજો
શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું અને ઓમ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરવો. શિવલિંગ ઉપર બીલીપાન અને ધતૂરો પણ ચઢાવવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને મંત્ર જાપ કરવા જોઇએ..
હવે રાશિ પ્રમાણે ખાસ પુજન વિઘી
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
શુભ રંગ : લાલ
ખાસ કરીને લાલ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર વગેરે
આ રાશિના લોકો માટે બુધ લાભદાયક રહી શકે છે. શિક્ષણ અને બુદ્ધિના કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે
તમારા માટે બુધ શુભ રહેશે. મોટા કાર્યોમાં ભાગ્યનો સાથ મળી શકશે. જૂના અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
ખાસ કરીને લીલું વસ્તુ નો અભિષેક કરો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે
આ લોકોને બુધના કારણે સફળતા અને સન્માન મળી શકે છે. દૈનિક કાર્યોમાં વધારો થઇ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ કાર્યોથી લાભ મળશે.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો
ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે
તમારા માટે ચિંતાજનક સમય રહી શકે છે. ભય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવું પડશે. સિઝનલ બીમારીઓ થઇ શકે છે. બેદરકારી ન કરો.
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શુભ રંગ : નારંગી
ખાસ કરીને ધંઉ , પીળા વસ્ત્રો , લાલ રંગ પુષ્પ , લાલ રંગની ગાય વગેરે
આ લોકોનું લગ્નજીવન સારું રહેશે. કુંવારા લોકોના લવ મેરેજ થઇ શકે છે. લગ્ન યોગ્ય લોકોના લગ્નમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
ખાસ કરીને લીલું વસ્તુ નો અભિષેક કરો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે
આ રાશિના લોકો માટે બુધ લાભની સ્થિતિ બનાવશે. જૂની બીમારીઓ ઠીક થવા લાગશે. આસપાસના દુશ્મનોથી સાવધાન રહેવું. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે.
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે
આ રાશિના લોકો માટે બુધ સુખ-શાંતિ વધારશે. નોકરી અને વ્યવસાયમાં બુધના કારણે નફો મળી શકે છે. મિત્રો પાસેથી મદદ મળશે.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
ખાસ કરીને લાલ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર વગેરે
આ લોકો માતાનો આશીર્વાદ લઇને કામની શરૂઆત કરે. સફળતા મળવાની શક્યતા વધશે. કામ વધશે, પરંતુ તમારા માટે ફાયદાકારક રહેશે.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે
મિત્રો પાસેથી અને ભાઈ-બહેનો પાસેથી મદદ મળશે, આ મદદથી કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે. પરફોર્મન્સ સારું રહેશે. કામ સમયે પૂર્ણ થઇ શકે છે.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે
આ રાશિના લોકો માટે બુધ સફળતા આપનાર રહેશે. ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે
આ લોકો માટે કિસ્મત પક્ષમાં રહી શકે છે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. વિઘ્નો દૂર થવા લાગશે.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે
ખર્ચ વધારે રહી શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. વિચાર્યા વિના કામ કરશો તો હાનિ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું.
Click Here For👇👇👇
Youtube બઘા શિવ ભજન સાભળવા માટે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
ૐ નમઃ શિવાય જય જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
Shiv-Mantra-Gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો