15 April 2021 ચૈત્ર નવરાત્રી માં જાણો ભક્ત વલ્લભ કૃત માતાજી નો મહિમા ગુજરાતી લખાણ સાથે - Mataji No Mahima Okhaharan
Mataji-No-Mahima-Gujarati |
માતાજીનો મહિમા
( વલ્લભ ભટ્ટ કૃત )
કારતક માસે માત કાલિકા , પાવાગઢ પર બિરાજતી ;
કૃષણ સ્વરૂપે કાળી કહીએ , મધુરસ મોરલી બજાવતી . ૧
માગસર માસે માત માતંગી , નવ ખંડમે તુમ વ્યાપી ;
દેશ દેશમાં ગોખ બનાવ્યા , મહોર છાપ તેરી લાગી . ૨
પોષ માસે પાર્વતી કહીએ , શંકર પર છાયા ધરતી ;
વૃષભ વાહનની સદા કલ્યાણી , શીર પરગંગાબિરાજતી . ૩
માહ માસે મમાયા કહીએ , માયા જગતમેં તુમ વ્યાપી ;
નવ દિન નવરાત્રિ ખેલે , મહોર છાપ તેરી લાગી . ૪
ફાગણ માસે ફગવા ખેલો , ભરભર ઝોળી ગુલાલકી ;
ચુવા ચંદન ઓર અરગજા , ભરેલ મટકી કેશરફી . ૫
ચૈત્ર માસે માતા ચંડીકા , ચામુંડા નામ ધરાવતી ;
ચંડ મુંડકો માર ચલી મા , ચોસઠ ખપ્પર ધરાવતી . ૬
વૈશાખ માસે માત સિંધવાઈ , હાથ લીયા મધુકા પ્યાલા ;
સબ દૈત્યકો માર ચલી મા , કીયા દેવકા રખવાળા . ૭
જેઠ માસે જુગત અંબા કહીએ , જે જનેતા જુગતનકી ;
ગરીબ ગરબા યાદ કરતા , વારે ચઢજો ભક્તનકી . ૮
અષાઢ માસે આવ ઈશ્વરી , આરાસુરમાં બિરાજતી ;
દેશ દેશના સંઘ જ આવે , શીર પર છત્ર ધરાવતી . ૯
શ્રાવણ માસે માત ભટ્ટારિકા , ધર્મારણ્યમાં વિરાજતી ;
ધન્ય ભાગ્ય ભક્તનકો કહીએ , શ્રીમાતા નજરે નીરખી . ૧૦
ભાદરવા માસે માત ભદ્રકાળી , વારે ચઢજો ભક્તકી ;
ખીર ખાંડ ઓર ખાજા જલેબી , મા નૈવેધ કરેલા જુગતી . ૧૧
આસો માસે આઈ બહુચરાં , મા કીયા ભક્તનકા રખવાળા ;
કાલીરાતના સાધન કરેલા , દીવાળીકા દીન થોડા . ૧૨
પુરણ માસ પુરુષોત્તમ કહીએ , સંત ઉદરશે હે જ્ઞાની ;
સન્મુખ હોકે વલ્લભ બોલે , બહુચર મા નજરે ભાળી . ૧૩
બહુચરબાળી તુમ રખવાળી , બારમાસ તેરી છબી ન્યારી ;
સદા મગન ક્લન ભક્તનકો , આચરશે લાગે તાળી .
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
bahuchar-chalisa-gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો