શ્રી ભગવતી રાદંલ માની પ્રાથૅના સાઠી જેમાં 60 ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે છે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય - Randal Maa- Okhaharan
Randal-maa-stuti-sathi-gujarati |
રાંદલમાની સાઠી
શારદામાતા આપો શાન , ગાઉં મા રાંદલના ગુણગાન .
શ્રીગણેશજી ૫કડો બાંય , મંદમતિ છું કર જો સહાય .
શબ્દો રૂડા આપો માત , જાણે રાંદલમાં સાક્ષાત્ ,
શારદા કરજો બેડો પાર , રન્નાદેનો જય જયકાર ,
ગામ હતું એક ઘણું જ સુંદર , હારબંધ બે બાજુ ડુંગર ,
નદી ગૌતમી ખળખળ વહેતી , સંત શૂરાની ગાથા કહેતી .
એક તરફ હરિયાળું જંગલ , નજર પડે જ્યાં ત્યાં છે મંગલ .
ગામની ફરતા પાંચ છે પીરો , નવનાથનાં નવ મંદિરો .
ડુંગર પર મંદિર સોહાતું , માતાજી જોઈ મન હરખાતું .
બ્રહ્મકુંડનું જળ છે પવિત્ર , ઈશ્વરનું જાણે કે ચિત્ર .
સાત શેરી સાક્ષાત્ કવિતા , ઘર ઘરમાં જ્યાં ગુંજે ગીતા .
ધજા ફરફરે મોંઘીબાની , હોય પછી મુસીબત શાની ?
તપોભૂમિ ગૌતમ ઋષિની , લહેરાતી સથળે ખુશીની .
પ્રેમતણો ઊડતો જ્યાં ફુવારા , પાવન સ્થળ છે હનુમાન ધારા .
ગાય અને સિંહ સાંજ સવારે , પાણી પીતાં એક જ આરે .
એવું સુંદર ગામ હતું એ , સ્વર્ગનું બીજું નામ હતું એ .
ગામમાં રહેતા'તા બે ભાઈ , ભાભી પણ જાણે કે માઈ .
ખામી ના કંઈપણ જણાય , લાડથી ઉછર્યો નાનો ભાઈ .
ગામમહીં જે વાતો થાય , રામ લખન છે બંને ભાઈ .
ભાભી પણ છે જાણે માત , જાણે સીતાજી સાક્ષાત્ ,
નાનો દિયર મોટો થાય , વાગી છે ઘ૨ માં શહનાઈ .
ભાભીના નયને નેહ ભયો , નાના દિયરના લગ્ન કર્યાં .
ખૂબ જ સારું કુટુંબ એક , કન્યા પણ છે એની નેક ,
રૂપ રૂપનો છે અંબાર , સદ્ગુણો પણ ભારોભાર .
ભક્તિમાં છે . એકાકાર , રાંદલમાનો જય જયકાર .
રાંદલના લોટા તેડાય , જેઠાણી પણ રાજી થાય .
ભક્તિ કરજે તું નિષ્કામ , મારા માથે ઘરનું કામ .
જેઠાણી સૌ કામ કરે , દેરાણી મંદિરમાં ફરે .
ભક્તિ કરવા બેસી જાય , કામ બધું મોટીને જાય .
દિવસો વીત્યા વીત્યા માસ , રવિવાર છે આજે ખાસ .
દેરાણી છે ભકિત કરે , રાંદલમાને પોતે સમયે ,
એકટાણાનો છે ઉપવાસ , ખીર રોટલી ખાશે ખાસ .
મીઠું નહિ લેવાનું જરી , જેઠાણીની બુદ્ધિ ફરી .
વિચારી રહી છે જેઠાણી , કામચોર છે આ દેરાણી .
ભક્તિનું લઈ બેસે છે નામ , મારા માથે ઘરનું કામ .
આ તો છે ચોખ્ખો અન્યાય , ભક્તાણી ખીર ને રોટલી ખાય .
મારા માટે રોટલી શાક , ભેદ આમાં છે કાંક .
એમ વિચારતી ખીર કરે , મીઠા કેરી ચમચી ભરે .
ખાંડને બદલે નાખે મીઠું , ભાવિ શું છે કોણે દીઠું ?
જેઠાણીનું મોં છે આજ કટાણું , દેરાણી કરવા બેસે એકટાણું .
જેવો કોળિયો મોંમાં જાય , દેરાણીનું મોં ખારું થાય .
દેરાણી બહુ દુઃખી થાય , માત બતાવો કોઈ ઉપાય .
અજાણતાંમાં થઈ છે ભૂલ , સારે છે અશ્રુના ફૂલ .
મા રાંદલ માફ કરો , મારી સુની ગોદ ભરો .
દેરાણી ૨ડતી તે વાર , એવામાં આવ્યા સમાચાર .
ઊજડી ગયો છે આપણો બાગ , કારખાનામાં લાગી આગ .
આગમાં નાણું સઘળું ગયું , સઘળું ભસ્મીભૂત થયું .
માએ બતાવ્યો છે ચમતકાર , રાંદલમાઐનો જય જયકાર .
પસ્તાવો જેઠાણી કરે , એક કરે ને બીજ ભરે .
માફી માગે દેરાણીની , આંખ ભીની છે જેઠાણીની .
માફી માગો રાંદલ માત , એ તો છે દેવી સાક્ષાત
સારાં વાનાં કરશે સહુ , રાંદલમાને વિનવે બહુ
માફી દેતા રાંદલ માત , આવીને ઊભાં સાક્ષાત્ .
બેટા , ખરી છે તારી ભક્તિ , આશિષ આપે પોતે શક્તિ .
ખીર બનાવી ખાવ ફરી , તારી ભૂલ મેં માફ કરી .
જેઠાણી પણ ભૂલી વેર , લોટા તેડવા એણે તેર .
ગોયણી કેરો સંકલ્પ કરે , રાંદલ પાછું અભરે ભરે .
શરૂ થયો પાછો વેપાર , ધંધો ચાલ્યો ધમધોકાર ,
વંશનો વેલો આગળ વધે , સુખશાંતિ પથરાઈ બધે .
દેરાણીનું જોઈને સત , ગામની સ્ત્રીઓ કરતી વ્રત .
દેરાણીને મળ્યા એમ સૌને , મળજો વ્રત ફળ્યા એમ સૌને ફળજો
સૌના કરજો બેડો પાર , રાંદલમાનો જય જયકાર ...
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
જય શ્રી રાંદલમા જય જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ કરો શ્રી રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે👇👇👇
Randal chalisa |
રવિવારે ખાસ કરો સૂર્ય દેવ સ્મરણમ્ સ્ત્રોત તમે ક્યારેય વાચીયો નહીં હોય 👇👇👇
Surya Stotram |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો