શ્રી બહુચર બાવની ગુજરાતી લખાણ સાથે | Bahuchar Bavni Lyrics Gujarati | Bahuchar Bavni in gujarati Lyrics | Okhaharan
14- Amas ચૌદશ અમાસ ના દિવસે ખાસ કરો શ્રી બહુચર માં નો આ 52 ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે- Bahuchar Bavni Gujarati -Okhaharan
bahuchar-bavni-gujarati-lyrics |
બહુચર બાવની
(1)
જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ.
મહિમા તારો અપરંપાર, ગુણલાં ગાતા નર ને નાર.
દંઢાસૂરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ.
બાળારૂપે વસીયા માત,વાયુવેગે થઇ વિખ્યાત.
(2)
બેઠી મા તું ચુંવાળ ચોક, દર્શન આવે જગનાં લોક
સોલંકીને કીધી સહાય, એક પલકમાં પકડી બાંચ.
નારીનો તેં કીધો નર, નામ કીધું જગમાં અમર
મોગલ આવ્યા ચોક ચુંવાળ, મરઘાનો કીધો આહાર.
(3)
મધરાતે કીધો પોકાર, પેટ ફાડીને આવ્યા બહાર
મોગલ મરીયા ત્યાં તત્કાળ, કુકડા રમતા માની પાળ
ગોવાળોના બાળ રમે, કુલડીમાંથી કટક જમે
એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત.
આ બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
(4)
વલલ્ભ ભટ્ટને જાણી દાસ,સન્મુખ આવી આપો આપ
આનંદના ગરબાની સાથ, વાણીમાં તે કીધો વાસ
શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયા દર્શનને કાજ
નિજ મંદિરના ખુલ્યાં દ્વાર, ભટ્ટ બોલ્યાં જય બહુચર માત.
(5)
વૈષ્ણવોને ચઢીયો કાળ, ભટ્ટજીને માંર્યો છે માર
સત્તાધીશે પકડયા ત્યાં, પૂર્યા કારાવાસની માંય
મધ્યરાત્રિએ આવી માત, બાળક પર ફેરવતી હાથ
સાથે છે ભોજનનો થાળ, જમો તમે લાડીલા બાળ.
(6)
ભટ્ટજી કહે ના ખાવું અન્ન, પાળો મારું એક વચન
મન મારું ત્યારે હરખાય,શ્રીજી મા રૂપે દેખાય
મા એ ત્યાં દીધું વચન, મંદિરમાં સૌ જુએ જન
શ્રીજી બનીયા મા સ્વરૂપ, ધર્યુ એવું અનુપમ રૂપ.
(7)
ચુંદડી ઓઢી છે મસ્તક, નાકે છે મોતીની નથ
બહુચર માનો જય જય કાર, ભટ્ટજીને આનંદ અપાર
મેવાડાની મોટી નાત, ભટ્ટજીનો કીધો ઉપહાસ
આવો નિત્ય જમવા કાજ, તમે જમાડો બ્રાહ્મણ નાત.
(8)
ભટ્ટજીને જયાં મહેણું દે, મા બહુચરની બોલ્યા જય
સત્તરસો બત્રીસની સાલ, માગસર સુદ બીજને સોમવાર
બહુચર માના નામે કરી, નોતરાં સૌને દીધા ફરી
રસ રોટલીની માંગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત.
(9)
ઘેર આવીને ફીકર પડી, આતો આવી આફત ખરી
વલ્લભ ભટ્ટને ધોળા સાથ, લીધી દુધેશ્ર્વરની વાટ
જ્ઞાતિજન થાતા તૈયાર, આવ્યા નવાપુરાને દ્વાર
નાત તણી તૈયારી નહીં, વાતો કરતાં માંહે મહીં.
(૧0)
પાંખડીની કેવી ચાલ, એવું બોલે નરને નાર
મધ્યાનની જયાં થઇ છે ઘડી, બહુચરમા ને ફીકર પડી
વલ્લભ રૂપે બહુચર માત, ધોળારૂપે નારસંગ સાથ
આવ્યા નવાપુરાને દ્વાર, સામગ્રી કીધી તૈયાર.
(૧૧)
વિસ્મય પામે સૌએ જન, ભટ્ટજીએ પાળ્યું વચન
રસ રોટલી કીધી તૈયાર, જમવા આવે નર ને નાર
બહુચર મા છે પૂરણ કામ, ભટ્ટજીની વધારી શાન
ચુંવાળના એ પૂનિત ધામ, મા બહુચરનો એ મુકામ.
(12)
વિલોચનનું દુઃખ હયુઁ, જ્યાં માજીનું ધ્યાન ધયુઁ
ધન સંપત્તિ પ્રેમે દીધી, મન વાંછના ત્યાં પૂરી કીધી
યદુરામની સેવા ઘણી, માએ જોયું એના ભણી
પુત્ર લગ્નમાં આવ્ય માત,પૂરણ કીધી એની આશ.
(13)
કંઇ ભક્તોના કર્યા કામ, નવખંડ ગાજે એનું નામ
બહુચર મા છે દીનદયાળ, નીજ ભક્તોની છે રખવાળ
બહુચર ગાથા જે જન ગાય, દુઃખ નિવારણ તેનું થાય
બાળક થઇ જે થાયે દાસ, બહુચર પૂરે એની આશ.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો