ભોમવતી અમાસ ના દિવસે આ 5 મંત્ર ની એક માળા કરીલો ધર ધન ધાન્યથી ભરેલું રહે -Bhomvati Amas Pujan Mantra Okhaharan
Bhom-Amas-na-pujan-mantra-Gujarati |
મંગળવારે અમાસ હોવાથી તેને ભોમ અમાસ કહેવામાં આવે છે.આ દિવસે પિતૃઓની, સૂયૅદેવ, શિવજી તેમનો રુદ્ર અવતાર હનુમાનજી, શ્રી લક્ષ્મીનારાયણ નુ ખાસ પુજન કરવામાં આવે છે. આપણે બઘા દેવના પુજન રીત અને મંત્ર જાણીશું.
અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે. આ દિવસે વિઘિ વતરીતે પિતૃઓના શ્રાદ્ધ-તથા તર્પણ વગેરે શુભ કામ કરવું જોઈએ . અમાસના દિવસે ઘરના પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. સાથે ॐ पितृ देवतायै नम: મંત્ર જાપ કરો.છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો બંધ થઈ જાય ત્યારે ગુગળ ગોળ અને ઘી ,તલ તેના ઉપર રાખીને ધૂપ અર્પણ આખા ધરમાં કરો. પિતૃઓના નામ દઈને ધન અને અનાજનું દાન ગરીબ લોકોને કરો.
ભૌમવતી અમાસના દિવસે સ્નાન, દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર મહિનો હોવાથી તેનું પુણ્ય વધી જાય છે. આ દિવસે દાન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. દેવ ઋષિ વ્યાસજીએ ગ્રંથોમાં જણાવ્યું છે કે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન જેટલું પુણ્ય ફળ મળી શકે છે. ભોમવતી અમાસના દિવસે પવિત્ર સ્થળો અને પવિત્ર નદીઓમા સ્નાન કરવાનું ગણું મહત્ત્વ છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આ દિવસે ઘરના પાણીમાં જ ગંગાજળ લઈને સ્નાન કરવાથી તેનું પુણ્ય મળે છે.
મંગળવારે સવારે જલ્દી જાગો સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તાંબાના લોટામાં ચોખા કંકુ તથા લાલ ફુલ નાખો. સૂર્ય માટે ગોળનું દાન કરો. કોઇ મંદિરમાં પૂજાપાઠમા કામ આવતા તાંબાના વાસણનું દાન કરી શકો છો. પિતૃઓ માટે એક લોટામા પાણી, કાચુ દૂધ અને તેમાં તલ મિક્સ કરીને પીપળા ઉપર ચઢાવવું જોઈએ પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી બીમારીઓથી છુટકારો મળી શકે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ. આ દિવસે કરવામાં આવેલ અનાજ અને જળદાનથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે.
અમાસ ના દિવસે મહાદેવ ના મંદિરે વિઘિ વત રીતે બ્રહ્માણ જોડે પુજન કરો તથા શિવલિંગ ઉપર ઠંડુ જળનો અભિષેક થાય. તેવી રીતે ગડતી અંદર બરફ રાખો આખો દિવસ જળ અભિષેક થાય. બ્રહ્માણ ને સિઘાનું દાન આપો. મંત્ર ઓમ નમઃ શિવાય આ પંચ અક્ષર મંત્ર સવૅ કષ્ટ દુર કરે છે.
મંગળવાર એ હનુમાનજી નો દિવસ તથા તિથિ અમાસ છે માટે આ દિવસે હનુમાનજી ને તેલ તથા સિદુંર અપણૅ કરો. અને ૐ હનુમતે નમઃ , ૐ રામદૂતાય નમઃ , જાપ કરો તથા શક્ય હોય તો સુદંરકાંડ પાઠ કરો સાભળો તો પણ ચાલે.
અમાસ ના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ નું પુજન અગિયારસ ના પુજનની જેમ કરવાનું હોય છે. કળિયુગમાં ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાથી વધારે પુણ્ય કોઇપણ કામમાં મળતું નથી.આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવા તથા વિષ્ણુસહસ્ત્રા પાઠ કરો પીપળા વૃક્ષનું પુજન અવશ્ય કરો. સંઘ્યાં સમયે તુલસી તથા બીલી વૃક્ષ આગળ દિપદાન જરૂર કરો અને મહાલક્ષ્મી માં નો શ્રી સુક્તમ નો પાઠ બીલી પાસે શ્રવણ કરો.
ચૈત્ર મહિનામા ગરમીનું પ્માણ વઘતું હોવાથી પાણીનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને અમાસના દિવસે કોઇ સાર્વજનિક સ્થાનમાં પાણી બઘાં ને મલે એવી વ્યવસ્થા કરો. અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ. આવું કરવાથી સોનાના દાન કરવા જેટલું પુણ્ય મળે છે.
મંગળવારે આવતી આ અમાસના દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ, શોક અને દોષ દૂર થઈ જાય છે આ સમય ગરમીનો છે. આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને બૂટ-ચપ્પલ, છત્રી, સૂતરના વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ.
શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો