89 વર્ષ પછી બની રહ્યો છે 11 મેં 2021 ભોમ અમાસ નો ખાસ યોગ ધરે બેઠા કરીલો આ ખાસ ઉપાય- Bhom Amas No Upay Okhaharan
Bhom-Amas-Na-Upay-Gujarati |
આજે આપણે ગુજરાતી ભક્તિમાં જાણીશું ભોમ અમાસ ના દિવસે કરો એક ખાસ ઉપાય જેનાથી બઘી મુશ્કેલી માંથી મુક્તિ મળશે.
આ વષૅ 2021 માં વૈશાખ મહિનાની અમાસ જે આવે છે શુભ યોગ ના લીઘે તેને ભોમ અમાસ કહેવાય છે. જે તારીખ 11 મે, મંગળવારના રોજ આવે છે. 89 વષૅ પછી મંગળવારે આવતી હોવાથી અમાસ ને ભૌમ અમાસ કહેવામાં આવે છે. હિન્દું માન્યતા અનુસાર, જપ,તપ,વ્રત, ધર્મ,કર્મ, સ્નાન-દાન અને પિતૃઓ અર્પણ માટે ભૌમ અમાસ ખૂબ જ અતિશુભ માનવામાં આવે છે. ભૌમ અમાસ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આગળ જાણીયે વિધિ ના શુભ મુહૂર્તા, ઉપવાસની કેવી રીતે કરવો, મહત્વ અને ભૌમ અમાસ ઉપાય વિશે.
ભોમ અમાસ ના શુભ મુહૂર્તા
અમાસ તિથિ 10 મે સોમવાર ની રાત્રે 9:55 વાગ્યે શરૂ થશે, જે 12 મે બુઘવાર ના રોજ 12: 29 વાગ્યે સમાપ્ત થશે.
અમાસની પુજન વિઘિ
1-અમાસના દિવસે વહેલી સવારે ઉઠી જવું.
2- આ દિવસે બ્રહ્મા મુહૂર્ત એટલે સવારે 4 વાગે ઉઠી ને પવિત્ર નદીમાં સ્નાન કરો.અત્યારના સમય શક્ય નથી માટે ઘરમાં ગંગાજળ વડે સ્નાન કરવું.
3-સૂર્યોદય સમયે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો. જળની અંદર કંકું અને ચોખા નાખવા.
4-આ દિવસે, તમારા પૂર્વજોને ઘ્યાન ઘરો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરો
5-પૂર્વજોની શાંતિ માટે વ્રત રાખો.
6-જરૂરિયાત મંદોને દાન તથા ભોજન જરુર કરાવો.
7-બ્રાહ્મણોને ભોજન અવશ્ય કરાવો
ભોમ અમાસ ના દિવસે આ ખાસ ઉપાય કરો
ભોમ અમાસ દિવસે સૂર્યદેવની પૂજા કરો. આ દિવસે સૂર્યોદય સમયે તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરો. તેમાં લાલ કંકું અને ગુલાબ અથવા લાલ ફુલ નાખો.અને સૂર્યદેવ ના 12 નામનો જાપ કરીને. જળનું અઘ્ય આપો.
ભોમ અમાસ દિવસે મંગલ સ્તોત્રનો પાઠ કરો. જેની યુટુયબ ની લિક નીચે આપેલી છે.આ ખાસ દિવસે મંગળદેવનું પુજન કરવું તથા મકાનમાં તાંબાના ત્રિકોણ સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો અને મંગલ સ્તોત્રનો પાઠ કરો. ઉપકરણ પર લાલ કંકુ વડે પુજન જરુર કરો. આ તમને ઘરના તથા ભુમિને લગતા કાયો માં રાહત આપશે.
ભોમ અમાસ દિવસે શ્રી ગણેશ દેવું મોચક મંગલ સ્તોત્રનું 51 પાઠ કરો અને દેવામાંથી મુક્તિ માટે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો.
ભોમ અમાસ દિવસે લાલ ચંદનની માળા પહેરો જેથી ભૂમિને લગતા કામમાં સફળતા મળશે.
ભોમ અમાસ દિવસે શ્રીયંત્રની મંદિર અથવા ઉત્તર દિશામાં યોગ્ય સ્થાન પર પ્રાર્થના કરો અને શ્રી મહાલક્ષ્મી મંત્ર એટલે શ્રીસુક્તનો પાઠ કરો. જેની યુટુયબ ની લિક નીચે આપેલી છે. આ ઉપાય કરવાથી તમારી ઘનની સમસ્યાઓ દૂર થઈ જશે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
Ganesh 12 Name |
bahuchar-chalisa-gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો