વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Mohini Ekadashi Vrat Katha Gujarati | Okaharan
Mohini-Ekadashi-Vrat-Katha-Gujarati |
ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન શ્રી કૃષ્ણ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે? તેની વિધિ કઈ છે? બંધુ વિસ્તાર પૂવૅક કહો.
એકાદશી ના શુભ દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે ધમૅનંદન હું તમને એક પ્રાચીન કથા કહું છું જે મહષિ વશિષ્ઠજી એ શ્રી રામચંદ્રજી ને કહી હતી. શ્રી રામ બોલ્યા હે ગુરુદેવ તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી સમસ્ત પાપ અને દુ:ખ નષ્ટ થઈ જાય. મેં જનકનંદિની શ્રી સીતાજી ના વિયોગમાં ધણાં દુ:ખ ભોગવ્યા છે. તેથી હવે તમે કોઈ વ્રત બતાવો.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
મહષિ વશિષ્ઠજી બોલ્યા: હે રામ તમે પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમા અવશ્ય કામ આવશે. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ અને દુ:ખ કપાઈ જાય છે. આ વ્રત કરવાથી મનુષ્ય મોહજાળમાં ધથી મુક્ત થઈ જાય છે. તેથી હે રામ આ એકાદશી વ્રત દુ:ખી મનુષ્ય અવશ્ય કરવું જોઈએ.હવે તમે આ વિશેની એક કથા ધ્યાનપૂર્વક સાંભળો.
>
સરસ્વતી નદી ના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં ધન ધાન્ય પૂર્ણ , એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધામાત્મા અને અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગર અનેક ભોજનાલય, પરબ , કૂવા ,તળાવ , ધમૅ શાળા આદિ બંધાવ્યા હતા. તેને રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષો લગાવ્યા હતા.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના શુભ દિવસે શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ શ્રી કૃષ્ણ ચાલીસા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વૈશ્યને પાંચ પુત્રો હતા. તેમનો મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે વેશ્યાઓ અને ગુંડાઓને સંગત માં હતો. તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરતો હતો. તે ખુબ નીચે હતો અને દેવતા પિતૃઓ ને માનતો ન હતો. તેણે પોતાના પિતા ધનનો ખરાબ વ્યસનો માં ખચૅ કરતો હતો. તે મનપાની અને માસ ભંક્ષણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ધરમાથી કાઠી મુક્યો અને તેની નિંદા કરવા લાગ્યા.
>
દરમાંથી કાઢી મુક્યા પછી તે પોતાના આભૂષણો અને વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવતો હતો. ધન નષ્ટ થતા વૈશ્યાઓ અને ગુંડાઓ એને સાથ છોડી દીધો . હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યા. એક દિવસ તે પકડાઈ ગયો પરંતુ સિપાહી ઓ એ તેને વૈશ્ય નો પુત્ર જાણીને છોડી દીધો . તે બીજીવાર પકડાઈ ગયો. અને રાજાએ તેને જેલમાં શબ્દ કરી દીધો. કારાગાર માં રાજાએ તેને ધણું દુ:ખ દીધું અને તેને નગરમાં છોડવાનું કહ્યું. અંતમાં દુ:ખી થઈ ને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષી ઓને મારીને ખાવા લાગ્યો પછી શિકારી બની ગયો અને ધનુષ્ય બાણથી પશુ પક્ષી ઓને મારી મારીને ખાવા લાગ્યો.
એક દિવસ પાપી ખાવા પીવાની વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કોટિન્ય ઋષિ ના આશ્રમ પર પહોંચ્યો. એ સમયે વૈશાખ મહિનો હતો. કોટિન્ય ઋષિ ગંગાસ્નાન કરીને આવ્યા તેમના પલળેલા વસ્ત્રોના છાટા માત્રથી આ પાપીને થોડી સદબુદ્ધિ પ્રાપ્ત થઈ તે પાપી મુનિ પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો. હે મુનિ મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા : તું ધ્યાન સાંભળો તું વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી નું વ્રત કર. આ એકાદશી નું નામ મોહિની એકાદશી છે. એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળી ને ખૂબ પ્રસન્ન થયો અને મુનિને બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું
>
હે રામજી એ વ્રતના પ્રભાવથી તેનાં સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રતની અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આના માહાત્મ્ય શ્રવણ અને પઠનથી જે પુણ્ય થાય છે એ પુણ્ય એક સહસ્ત્ર ગૌદાનના પુણ્ય બરાબર છે.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું ? શુ ના કરવું ?
શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે
50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો