શુક્રવાર, 21 મે, 2021

વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી નુ મહત્ત્વ , પુજન કેવી રીતે કરવું? શું ના કરવું ? અને શું કરવું? Mohini Ekadashi Gujarati Okhaharan

વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી નુ મહત્ત્વ , પુજન કેવી રીતે કરવું?  શું ના કરવું ? અને શું કરવું?   Mohini Ekadashi Gujarati Okhaharan

Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati
Mohini-Ekadashi-Vrat-Mahiti-Gujarati

 

મોહિની એકાદશી નું મહત્ત્વ | પુજન કેવી રીતે કરવું?| શું ના કરવું ? | અને શું કરવું? | 

 

વૈશાખ સુદ એકાદશી એટલે મોહિની એકાદશી. આ પંચાંગ  તિથિએ દેવ અને દાનવ દ્રારા સમુદ્ર મંથન કરીને અમૃત કાઢવામાં આવ્યું હતું, આ દિવસે વ્રત જપ તપ પુજન દાન પુણ્ય કરવાથી અનેક યજ્ઞનું ફળ મલે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય

એકાદશી ના નામ પરથી ખબર પડી ગઈ હશે કે મોહ આપનાર નહીં પરંતુ મોહ માયામાંથી મુક્તિ આપનારી એકાદશી છે.આ દિવસે ખાસ વિષ્ણુ ભગવાન ના મોહિની રૂપ નું પુજન કરવાથી અનેક ધણું ફળ મલે છે.જેમ અધિક મહિનામાં પુજન કરવાથી અનેક ધણું ફળ મલે એમજ આ વૈશાખ મહિનામાં વિષ્ણુ ભગવાનનું પુજન ખાસ માનવામાં આવે છે.


આ વષે 2024 માં આ વૈશાખ મહિનામાં   19 મે 2024 

વિષ્ણુ પુરાણ પ્રમાણે આ દિવસે સમુદ્રમાં દેવ અને દાનવ દ્રારા મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. એકાદશી વ્રત હંમેશા 3 દિવસ નું હોય છે. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિના સૂયૅઅસ્ત થી નિયમ નું પાલન કરી બારશ ના સૂયૅઅસ્ત સુધી કરવાનું હોય છે. રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે.


પૂજા વિધિઃ-

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્યક્રમ પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ખાસ કરીને ગંગાજળ ઉમેરીને સ્નાન કરજો. ત્યાર બાદ સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.પીળા રંગના વસ્ત્રો પહેરે તો ખુબજ શુભ માનવામાં આવે છે

એક બાજઠ પર પીળા કલરની નું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની છબી કે મ્રુતિ મુકો જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની મુતિ કે છબી ના હોય તો તેમના દસ અવતાર માંથી કોઈ પણ છબી કે મુતિ લઈ શકાય છે અને ખાસ આ મોહિની એકાદશી ના દિવસે મોહિની રૂપ ની છબી હોય ધણું ઉત્તમ માનવામાં આવે છે. બાજઠ પર  ઘીનો દીવો પ્રગટાવવો અને ગાય ધી હોય અતિ શુભ તથા હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરીને રાખો. 


ત્યારબાદ છબી તથા મુતિ ને સ્વચ્છ કરો.જોશકય હોય તો મુતિ પર પંચામૃત નો અભિષેક કરો સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત સાંભળો અને સાથે અભિષેક કરો. પછી મુતિ અને છબી ને સ્વચ્છ કરીને પીળા કલર નું વસ્ત્ર ચડાવો.પુજનમા ખાસ પીળા રંગની મીઠાઈ, ફુલ પીળા રંગના તથા લક્ષ્મી કમળ અને વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસી પાન ચડાવો.

 ધૂપ, દીપથી આરતી કરો અને કથા વાતૉઓ વાંચો અથવા સાંભળો અને ભગવાન વિષ્ણુન  ભજન  જ કીર્તન કરો . રાતે ભગવાનનું ભજન કીર્તન કરીને જાગરણ અવશ્ય કરવું. એકાદશી દિવસે યથાશક્તિ પ્રમાણે ગાય , કુતરા, ગરીબ , જરૂરિયાત મંદ લોકો તથા બ્રાહ્મણ દાન પુણ્ય કરો.


મોહિની એકાદશીનું મહત્ત્વઃ-

માન્યતા પ્રમાણે, વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઇ જાય છે. એટલે જ, તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે.આ એકાદશીનું વ્રત તમામ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય છે.

એકાદશીએ શું કરવું-

આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પુજન પછી તુલસીના છોડ દિવો કરીને જળ ચઢાવવું અને પ્રદક્ષિણા કરવી

આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. ખાસ કરીને તામસી ભોજન જેમ કે ડુંગરી લસણ ના ખાવું. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળ ખાઈ શકો છો.

વૈશાખ મહિનામાં ગરમી હોવાથી માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.


કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.

એકાદશીએ શું ન કરવું-

આ દિવસે ચોખા, ભોજન , ચણા, માંસાહાર ના ખાવું.

ડુંગરી લસણ તામસી ભોજન ના લેવું ત્રણ દિવસ.

જુઠું બોલવું નહીં કોઈ ની નિંદા ના કરવી.

બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો.

વડીલોનું અપમાન ના કરવું.

ખોટા ખરાબ વૃત્તિ વાળા લોકોની સંગતથી બચવું.

Mohini-Ekadashi-Vrat-Katha-Gujarati

 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો