રવિવાર, 23 મે, 2021

37 વષૅ પછી 20 May 2024 સોમવારે પ્રદોષ મહત્વ અને જાણો પુજન વિઘિ - Som Pradosh Pujan Vidhi Gujarati-Okhaharan

37 વષૅ પછી 20 May 2024 સોમવારે પ્રદોષ મહત્વ અને જાણો પુજન વિઘિ - Som Pradosh Pujan Vidhi Gujarati-Okhaharan



Som-Pradosh-2024-Sompradosh-Gujarati-Mahiti
Som-Pradosh-2024-Sompradosh-Gujarati-Mahiti

પ્રદોષનું મહત્ત્વઃ-

પ્રદોષ તિથિ દર માસે સુદ અને વદ પક્ષની આવે છે એમ કરીને કુલ ૨૪ પ્રદોષ હોય તથા ત્રણ વષે આવતા અધિક માસ પ્રદોષ નું મહત્વ વધારે હોય છે.પ્રદોષ તિથિ ભગવાન ભોળાનાથ ને અર્પણ છે. પ્રદોષ અલગ વારે આવતો હોય છે તેનું મહત્વ અલગ હોય છે જેમ કે સોમવારે આવે તો સોમપ્રદોષ મંગળવારે આવે તો મંગલ પ્રદોષ એમ દરેક વાર નું મહત્વ અલગ હોય છે.  આ વૈશાખ મહિનામાં સુદ પક્ષની પ્રદોષ તિથિ 20 મે 2024 સોમવાર દિવસે આવે છે માટે તેને સોમ પ્રદોષ કહેવાય અને સોમવાર વાર પણ ભગવાન ભોળાનાથ ને અર્પણ છે માટે આ પ્રદોષ મહત્વ વધારે છે.

        શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


 શિવજી ને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. સોમવાર 24 મેના રોજ તેરસ તિથિ હોવાથી સોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. શિવ પુરાણ અનુસાર પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ, રોગ, દુઃખ દૂર થાય છે. આ આ સવૅ મનોકામના પૂર્ણ કરનાર છે.વૈશાખ મહિનાના સુદ પક્ષનું પ્રદોષ 20 મે, સોમવારે છે. આ દિવસે શિવજીની પૂજા કરી આખો દિવસ વ્રત રાખવામાં આવે છે. 



આ વ્રતમાં ભગવાન શંકર પૂજા કરવામાં આવે છે. આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે.પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું

પ્રદોષ વ્રત અને પૂજાની વિધિઃ-

પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડા પહેરીને પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.



પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું. ત્યાર બાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. સંઘ્યા સમયે સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન કરીને સફેદ કપડાં પહેરવા.તમારા ઘરમાં શિવલિગ અથવા મંદિરમાં પુજન કરવું.


સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો. ભગવાન શિવ-પાર્વતીની પૂજા બાદ ધૂપ-દીપ પ્રગટાવો. શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃતથી સ્નાન કરાવો. બીલીપાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો.
પૂજામાં ભગવાન શિવના મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઇએ.


ત્યાર બાદ કથા અને પછી આરતી કરો. સતિ સીમંતિની પ્રદોષ કથા સાભળો.  

સોમવારે જાણો શિવ બિલિપત્ર નું માહાત્મય 


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 


  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો