અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે - Anand No Garbo Lyrics Gujarati Okhaharan
anand-no-garbo-lyrics-gujarati |
આનંદનો ગરબો
આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા
ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા || ૧ ||
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા
છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા || ૨ ||
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા. || ૩ ||
તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા
અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા || ૪ ||
નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા
કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા || ૫ ||
કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા
મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા || ૬ ||
મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા
કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા. || ૭ ||
પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા
પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા || ૮ ||
અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા. || ૯ ||
રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા
ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા || ૧૦ ||
મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા. || ૧૧ ||
અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા || ૧૨ ||
જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં || ૧૩ ||
પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા || ૧૪ ||
આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા || ૧૫ ||
આ મુતિ ખરિદિ માટે અહી ક્લિક કરો
શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા || ૧૬ ||
માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં. || ૧૭ ||
નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા || ૧૮ ||
તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા || ૧૯ ||
પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા. || ૨૦ ||
પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા || ૨૧ ||
મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. || ૨૨ ||
જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા || ૨૩ ||
વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા || ૨૪ ||
અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા
નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા || ૨૫ ||
પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા
જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા || ૨૬ ||
ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા
જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા || ૨૭ ||
કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા
ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા. || ૨૮ ||
રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા
ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા || ૨૯ ||
જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા
કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા || ૩૦ ||
મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા
બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા || ૩૧ ||
ન લહે બ્રહ્મા ભેદ , ગૃહય ગતિ ત્હારી મા
વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા || ૩૨ ||
વિષ્ણુ વિલાસી મન , ધન્ય જ ઉચ્ચરિયા મા
અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા || ૩૩ ||
માને મન માહેશ, માત મયા કીધે મા
જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા || ૩૪ ||
સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા
નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા || ૩૫ ||
મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તારાહ, તે તુજ મહાત્મ્ય મહી મા . || ૩૬ ||
પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા
બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા. || ૩૭ ||
મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું મા
તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું મા || ૩૮ ||
કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા
ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું મા. || ૩૯ ||
વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા
એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા || ૪૦ ||
જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા
મા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ મા || ૪૧ ||
મહિરાવાણમથિ મેર, કીધે રવૈયો સ્થિર મા
કાઢ્યાં રત્ન એમ તેર, વાસુકિના નેતર મા || ૪૨ ||
સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા
અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા || ૪૩ ||
સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા
આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા || ૪૪ ||
આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા
દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા || ૪૫ ||
નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા
રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા. || ૪૬ ||
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા || ૪૭ ||
બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોથી મા
સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહ થી મા. || ૪૮ ||
વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી મા
શક્તિ સૃષ્ટી મંડાણ, સર્વ રહ્યાં રાખી મા || ૪૯ ||
જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા
સમવિત ભ્રમતિ ખોઈ, કહી ન શકું કેવી મા. || ૫૦ ||
આ મંદિર ખરિદિ માટે અહી ક્લિક કરો
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવાની મા
આદિ મધ્ય અવસાન, આકાશે અવની મા || ૫૧ ||
તિમિહરણ શશિશૂર, તે તારો ધોખો મા
અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો મા || ૫૨ ||
ષટ ઋતુ રસ ષટ માસ, દ્વાદશ પ્રતિસંઘે મા
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે મા || ૫૩ ||
ધરતીતળ ધન ધાન્ય, ધ્યાન ધરે નાવો મા
પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિતવ્યાં આવો મા || ૫૪ ||
સકળ સિધ્ધિ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહિ મા
સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ મા || ૫૫ ||
સુખ દુઃખ બે સંસાર, ત્હારા ઉપજાવ્યાં મા
બુદ્ધિબળની બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા || ૫૬ ||
ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધ મા
શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા મા || ૫૭ ||
કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા || ૫૮ ||
ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા
વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા. || ૫૯ ||
ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા
ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદે થી મા. || ૬૦ ||
હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્યકવિતવિતતું મા
ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું મા || ૬૧ ||
ગીત નૃત્ય વાજીન્ત્ર, તાલ તાન માને મા
વાણી વિવિધ ગુણ અગણિત ગાને મા || ૬૨ ||
રતિરસ વિવિધ વિલાસ, આશ સફળ જગની મા
તન મન મધ્યે વાસ, મહં માયા મન ની મા || ૬૩ ||
જાણે અજાણે જગત, બે બાઘા જાણે મા
જીવ સફળ આસક્ત, સહુ સરખાં માણે મા. || ૬૪ ||
વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા
ગરથ સુરથ નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા. || ૬૫ ||
આ મંદિર ખરિદિ માટે અહી ક્લિક કરો
જડ થડ શાખ પત્ર, ફુલ ફળે ફળતી મા
પરમાણું એક માત્ર, રસ રગ વિચરતી મા || ૬૬ ||
નિપટ અટપટી વાત, નામ કહું કોનુ મા
સરજી સાતે ઘાત, માત અધીક સોનુ મા || ૬૭ ||
રત્ન મણિ માણેક, નગ મુકીયાં મુક્તા મા
આભા અઢળ અનેક, અન્ય ન સંયુક્તા મા || ૬૮ ||
નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી મા
ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી મા. || ૬૯ ||
નગ જે અધિકુળ આઠ, હિમાચલ આઘે મા
પવન ગવન ઠઠિ ઠાઠ, અરચીત તું સાધે મા || ૭૦ ||
વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા
જળતારણ જેમ નાવ, તમ તારણ બધું મા || ૭૧ ||
વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં મા
કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં મા. || ૭૨ ||
જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી મા
માનવી માટે માન એ કરણી ત્હારી મા || ૭૩ ||
વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી મા
બે ને બાર અપર્મ, અનુચર વર આપી મા. || ૭૪ ||
વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા || ૭૫ ||
લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં મા
આણી અસુરોનો અંત, દંડ ભલા દીધા મા. || ૭૬ ||
દુષ્ટ દમ્યાંકૌં વાર, દારૂણ દુઃખ દેતા મા
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા મા || ૭૭ ||
સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું મા
ભૂમી તણો શિર ભાર, હરવા મન કીધું મા. || ૭૮ ||
બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા
સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા મા || ૭૯ ||
અધમ ઉધારણહાર, આસન થી ઉઠી મા
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી મા || ૮૦ ||
આણી મન આનંદ, મહિ માંડ્યાં પગલાં મા
તેજ કિરણ રવિચંદ, થૈ નના ડગલાં મા || ૮૧ ||
ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર મા
મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચરમા. || ૮૨ ||
કુકર્ટ કરી આરોહ, કરૂણાકર ચાલી મા
નગ પંખી મહિ લોગ, પગ પૃથી હાલી મા || ૮૩ ||
ઉડી ને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા
અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો મા || ૮૪ ||
પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે મા
ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે મા || ૮૫ ||
ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે મા
કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે મા || ૮૬ ||
નવખંડ ન્યાળી નેટ, નગર વજર પેઠી મા
ત્રણ ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી મા || ૮૭ ||
સેવક સારણ કાજ, સન્ખલપુર સેડે મા
ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે મા. || ૮૮ ||
આવ્યા શરણ શરણ, અતિ આનંદ ભર્યો મા
ઉદિત મુંદિત રવિ કિર્ણ,દશ દીશ યસ પ્રસર્યો મા || ૮૯ ||
સકળ સમૃદ્ધ જગ માત, બેઠાં ચિત સ્થિર થઈ મા
વસુધા મા વિખ્યાત, વાત વાયુવિધિ ગઈ મા || ૯૦ ||
જાણે જગ સહુ જોર, જગજનની જોખે મા
અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે મા. || ૯૧ ||
ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી મા
જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી મા || ૯૨ ||
ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે મા
મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે મા. || ૯૩ ||
ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઉઠ્યા મા
અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા મા. || ૯૪ ||
હરખ્યા સુર નર નાગ, મુખ જોઈ માનુ મા
અવલોકી અનુરાગ, મન મુનિ હરખાનું મા. || ૯૫ ||
નવગૃહ નમવા કાજ, પાગ પળી આવ્યા મા
ઉપર ઉવારણ કાજ, મણિમુક્તા લાવ્યા મા || ૯૬ ||
દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં મા
જન્મ મરણ જંજાળ, મટતાં, સુખ પામ્યા મા || ૯૭ ||
ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા
સુર સ્વર સુણતાં કાન, ગતિ થઈ ગઈ સ્તંભા મા || ૯૮ ||
ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો મા
ધારે ધારી દેહ, સફળ ફરે ફેરો મા. || ૯૯ ||
પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં મા
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં મા. || ૧૦૦ ||
શસ્ત્ર ન અડકે અંગ, આદ્યશક્તિ રાખે મા
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા || ૧૦૧ ||
ક્ષણ જે અકળ આઘાત, ઉતારે બેડે મા
ક્ષણ ક્ષણ નિશદિન પ્રીત, ભવ સંકટ ફેડે મા || ૧૦૨ ||
ભુત પ્રેત જંબુક, વ્યંતરી ડાકિણી મા
નાવે આડી અચુક, સમર્યા શાકિણી મા. || ૧૦૩ ||
ચરણ કરણ ગતિ ભંગ, ખંગ અંગ વાળે મા
ગુંગ મુંગ મુખ અંગ, વ્યાધી બધી ટાળે મા || ૧૦૪ ||
સેંણ વિહોણા નેણ, ન્હેનેણા આપે મા
પુત્ર વિહોણાં કેણ, કૈ મેણાં કાપે મા || ૧૦૫ ||
કળી કલ્પતરૂ વાડ, જે જાણે ત્હેણે મા
ભક્ત લડાવે લાડ, પાડ વિના કહેને મા. || ૧૦૬ ||
પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આપે પળમાં મા
ઠાલા ઘર ઠકુરાઈ, દો દળ હળબળમાં મા || ૧૦૭ ||
નિર્ધન ને ધન પાત્ર, તું કરતાં શું છે મા
રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં શું છે મા || ૧૦૮ ||
હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે મા
બરૂદે બહુચર બાળ, ન્યાલ કરો નજરે મા || ૧૦૯ ||
ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી મા
મહિપતિ દે સુખ માન્ય, મા ના નામ થકી મા || ૧૧૦ ||
નર નારી ધરી દેહ, કે જે જે ગાશે મા
કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે મા || ૧૧૧ ||
ભગવતિ ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. || ૧૧૨ ||
તું થી નથી કો વસ્તુ, તેથી તને તર્પુ મા
પૂરણ પ્રકટ પ્રશશ્ત, શ્રી ઉપમા અર્પું મા || ૧૧૩ ||
વારં વાર પ્રણામ. કર જોડી કીજે મા
નિર્મળ નિશ્ચળ નામ, જન નિશ દિન લીજે મા || ૧૧૪ ||
નમો નમો જગ માત, નામ સહસ્ત્ર તારાં મા
સાત નાત ને ભાત, તું સર્વે મ્હારા મા. || ૧૧૫ ||
સંવત શત દશ સાત, નવ ફાલ્ગુન શુધ્ધે મા
તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે મા || ૧૧૬ ||
રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે મા
આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે મા. || ૧૧૭ ||
કરી દુર્લભ સુર્લ્લભ, રહું છું છે વાંડો મા
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા || ૧૧૮ ||
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો