વૈશાખ માસની વદ પક્ષની અપરા એકાદશી ક્યારે છે? | મહત્વ | પુજન વિધિ | પુજન સામાગ્રી | Apara Ekadashi Mahiti Gujarati Okhaharan
![]() |
Apara-Ekadashi-Mahiti-Gujarati-Kab-hai-ekadashi |
અપરા એકાદશી તારીખ
અપરા એકાદશી 2024 તારીખનો સમય અને પંચાંગ મુજબ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. અપરા એકાદશી એટલે અપાર સુખ સંપત્તિ સમૃદ્ધિ તથા અપાર પાપ ને નષ્ટ કરનારી છે. એકાદશી તિથિ વિષ્ણુ ભગવાનને આધીન છે. આ એકાદશીને અચલ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈશાખ મહિનાની એકાદશીને વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં એકાદશીનો વ્રત બઘા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક મહિનામાં બે એકાદશી તિથિ આવે છે. આ જુન મહિનામાં વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી અને સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.
અપરા એકાદશી વ્રત મહત્વ
અપારા એકાદશીનું વ્રત એ વૈશાખ માસના વિશેષ ઉપવાસ માનવામાં આવે છે. એકાદશી તિથિ એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે દિવસ છે. આ દિવસે ભગવાનની ઉપવાસ, ભજન કિરૅતન, પુજા અને જાગરણ રીતે કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. અને શ્રી મહાલક્ષ્મી માં પુજન કરવાથી ઘન સંપતિ રહે છે. તમામ પ્રકારની પરેશાનીઓથી છૂટકારો મેળવો.
અપરા એકાદશી ઉપવાસ કેવી રીતે કરવો:
સવારે સૂયૅદય પહેલાં સ્નાન કર્યા પછી મનમાં વ્રત કરવાનો સંકલ્પ રાખીને પૂજા શરૂ કરવી જોઈએ. ખાસ કરીને ભગવાન વિષ્ણુને પીળા રંગ વસ્ત્રોથી શણગારવા જોઈએ. પીળા ફૂલો, પીળા ફળો અને પીળી મીઠાઇ ચઠાવવી જોઈએ. પછી કથા વાચો, વિષ્ણુ નામાવલી, સહસ્ત્રનામ વગેરે પાઠ કરો આરતી કરો, થાળ કરો.આવીજ રીતે સાંજે પણ ભગવાનની પૂજા અને આરતી કરો.
એકાદશીની શુભ
શરૂઆત 2 જુન 2024 રવિવાર સોમવાર સવારે 4:04 મિનિટ
સમાપ્ત 3 જુન 2024 સોમવાર સવારે 2 : 41 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 2 જુન 2024 રવિવાર સ્માટૅ એકાદશી અને 3 જુન 2024 સોમવાર ભાગવૅત એકાદશી કરવો
પુજન સામાગ્રી
ભગવાન વિષ્ણુ ની છબી,શ્રી લક્ષ્મીનારાયણ, અતવા દશ અવતારમાથી કોઈ પણ.
અક્ષત, ચંદન, નાળિયેર, સોપારી, લવિંગ, કળશ, આસોપાલવ પાન,
ધૂપ, ઘીનો દીવો, ઘી, ફૂલો
શુદ્રજળ ,પંચામૃત, તુલસી દાળ, મીઠાઇઓ, ફળ
એકાદશી પૂજન વિધી
આ એકાદશીના દિવસે સવારે બ્રહ્મા મુહૂર્તામાં ઉઠો અને ઘરની સફાઈ કરોઅને પુજન ની જગ્યા ખાસ સાફ કરો. આ પછીઘ્યાન રાખો સુયૅદય પહેલાં સ્નાન કર્યા પછી, સ્વચ્છ સાફ કપડાં પહેરો અને વ્રત રાખો. હવે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ ની છબી,શ્રી લક્ષ્મીનારાયણ, દશ અવતારમાથી કોઈ પણ ફોટો સામે દીવો પ્રગટાવો. આ પછી વિષ્ણુની મૂર્તિને અક્ષત, ફૂલો, ઋતુ અનુસાર ફળ, નાળિયેર અને સૂકા ફળ ચઠાવો. વિષ્ણુની પૂજા કરતી વખતે અવશ્ય તુલસીના પાન રાખવું જોઈએ. આ પછી, શ્રી હરિ વિષ્ણુની આરતી ધૂપ કરીને. હવે સૂર્યદેવને જળ ચઠાવો. એકાદશીની કથા સાંભળો. ઉપવાસના દિવસે નિર્જળા ઉપવાસ કરો સાંજે તુલસી પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. કોઈએ રાત્રે સુવું ન જોઈએ.બીજા દિવસે, પરાણ સમયે, કોઈ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને શક્ય તેટલું ખવડાવો અને દક્ષિણા આપીને વિદાય આપો. તે પછી ખોરાક અને પાણીનું સેવન કરીને ઉપવાસ છોડો.
વૈશાખ વદ અગિયારસ "" અપરા એકાદશી "" વ્રત કથા
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો