અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં | Vat Savitri Vrat Katha in Gujarati | Okhaharan
vat-savitri-vrat-katha-gujarati-vad-savitri-vrat-katha-gujarati |
વટ સાવિત્રી વ્રતનું મહત્વ
• આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.
• આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.
• આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
• આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.
વટ સાવિત્રીનો ઉપવાસ ક્યારે રાખશે
આ વષૅ બારસ અને તેરશ નો ક્ષય છે માટેઆ વ્રત
• આ વર્ષે 19 જુન 2024 થી શરૂ કરીને 21 જુન 2024 પુનમ સુઘી સમાપ્ત થશે. આ વ્રત ત્રણ દિવસ નુ હોય છે.
વટ સાવિત્રી વ્રત કથા
ઘણા વષો પહેલા અશ્વપતિ નામનો એક રાજા થઇ ગયો તેની રાણીનું નામ મંગળા રાજાને ખૂબ જ દયાળુ અને પરોપકારી હતા.તેમના રાજ્યની પ્રજા સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો હતો. પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતો હતો. આ અશ્વપતિ રાજા સવૅ વાતો ખુશ હતો પણ તેને એક જ વાતનો ઘણું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતો.એક દિવસ આ રાજાને ત્યાં નારદમુનિ પધાર્યા તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે પોતાનું દુઃખ જણાવ્યું નારદ મુનિએ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવાનું કહ્યું
વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નારદમુનિ આદેશ અનુસાર મુજબ રાજા એ સાવિત્રી દેવીની આરાધના કરવામાં આવે તો ખૂબ જ આકારૂ તપ કર્યું એટલે એમને સાવીત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાને વરદાન માગવાનું કહ્યું રાજા બોલ્યા આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છે પણ આ સુખ ભોગવવા માટે છે કોઈ સંતાન નથી . સાવિત્રી દેવી બોલ્યા તારા જીવનમાં પુત્ર સુખ નથી પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થસે અને એ પુત્રી એવી હશે કે ગુણીયલ સંસ્કારી અને ભક્તિભાવ વાળી હશે હશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે તો આ પુત્રીનું નામ મારું નામ પરથી સાવિત્રી પાડજે દેવી અંતર્ધ્યાન થઈ ગયા.
થોડા સમય બાદ રાણીને દિવસો રહ્યા અને પૂરા નવ માસે એક છોકરી ને જન્મ આપ્યો તે કુવંરી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણી માતાજીના કહ્યા પ્રમાણે આ નામ સાવિત્રી પાડ્યું તે ખૂબ લાડકોડમાં ઉછેર કરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાતે વધે તો તેને ભણાવી ગણાવી અને બધી બાબતે પારંગત બનાવી સાવિત્રી ઉંમરલાયક રાજા-રાણી તેને લગ્નની માટે તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા પણ તેની આગળ વામણા લાગવા માંડ્યા એટલે એને કોઈ પસંદ ના આવ્યું
વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ધણો મુશ્કિલ હતો આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીન ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુ:ખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું. પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યં “પિતાજી, હું આર્ય કુમારી છું, આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાઆયુ હોય કે દીર્ધાયું, એ મારા નસીબની વાત છે. પણ હું કોઈ અન્યને મારા હ્રદયમાં સ્થાન નહી આપું.”
સાવિત્રી અને સત્યવાન ના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ-સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી આમ, સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરુ થઈ ગયું.
એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાંપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ-સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યાં અને પોતે લાકડી કાંપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનુ માથું સખત દુ:ખાવાં માંડ્યુ, અને તે નીચે ઉતરી ગયો.
સાવિત્રીએ પાસે આવેલાં એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધુ. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે.? એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યુ હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધુ હતું આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચેહરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી, અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો. સાવિત્રી પણ તેમની પાછળ જવાં માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવાં કહ્યું.
જવાબમાં તે બોલી - “ મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાંયાની જેમ અનુસરણ કરે. અને હું પણ એ જ કરી રહી છું. આ મારી મર્યાદા છે. તમે આના વિરુધ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું.” યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહી કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ-સસરાના આંખોની રોશની તથા દીર્ધાયું માંગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવાં માડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી.
શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ "" દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રી એ કહ્યું “ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધુરું છે. અમે પતિ-પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ. મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ.” સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધુ. યમરાજ ફરી ‘તથાસ્તુ’ કહીને ચાલવાં માંડ્યાં. સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું “ ભદ્રે ! હજું પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે.”
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
સાવિત્રી બોલી, “જીવનદાતા ! તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય, અને મને તમારાં દિલથી કાંઈ આપવાં માંગતા હોય તો મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન આપો.” યમરાજે ‘તથાસ્તુ’ કહીને આગળ વધ્યા.
સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું કે” હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે. ?”
સાવિત્રીએ કહ્યું “ તમે મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન તો આપ્યુ, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકુ છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરુ કરી શકીશ”.
સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યાં હતા.
પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ-સસરા પાસે ગઈ. તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતાં. અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું.
મહારાજ અશ્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની. આમ, ચારેબાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવાં માંડી.
તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો