ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan
All-zodic-mantra-for-chaturmass-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા તે બઘું જાણીશું.
મેષઃ- અ,લ,ઈ , રાશિ સ્વામી મંગળ , શુભ રંગ : લાલ
આ રાશિના લોકોએ દરરોજ સવારે રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાન વિષ્ણું ને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ રંગના ફળ અને લાલ રંગની મીઠાઇ પ્સાદમાં ધરવી. પુજન બાદ એક માળા || શ્રી વિષણવે નમઃ|| મંત્રની કરવી
વૃષભઃ- બ,વ,ઉ , રાશિ સ્વામી :- શુક્ર ,શુભ રંગ :- સફેદ
આ રાશિના લોકોએ દરરોજ સવારે ગોરો ચંદનનું તિલક કરી, ભગવાન વિષ્ણું ને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા ||શ્રી અચ્યુતાય નમઃ|| મંત્રની કરવી
મિથુનઃ- ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ શુભ રંગ : લીલો
આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી શ્રીધરાય નમઃ || મંત્રની કરવી
કર્કઃ- ડ,હ રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો
આ રાશિના લોકોએ સફેદ ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ બરફી ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી યોગેશ્વરાય નમઃ || મંત્રની કરવી
સિંહઃ- મ, ટ રાશિ સ્વામી : સૂર્ય શુભ રંગ : નારંગી
આ રાશિના લોકોએ લાલ ચંદનનું તિલક કરી, ભગવાનને ગુલાબી રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા રાસબરીનો નો પ્રસાદ અને મોતીચૂરના લાડુ ભોગ રૂપે ધરવા. પુજન બાદ એક માળા || શ્રી નૃસિંહાય નમઃ || મંત્રની કરવી.
કન્યાઃ- પ,ઠ,ણ રાશિ સ્વામી :- બુધ શુભ રંગ : લીલો
આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી પદ્મનાભાય નમઃ || મંત્રની કરવી.
તુલાઃ- ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ
આ રાશિના લોકોએ ગોરો ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી વિશ્વકર્માય નમઃ || મંત્રની કરવી.
વૃશ્ચિકઃ- ન,ય રાશિ સ્વામી :- મંગળ શુભ રંગ : લાલ
આ રાશિના લોકોએ રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાનને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા || શ્રી પુષ્કરાય નમઃ || મંત્રની કરવી.
ધનઃ- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો
આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી. પુજન બાદ એક માળા || શ્રી મધુસુદનાય નમઃ || મંત્રની કરવી.
મકરઃ- ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો
આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કાલાજામ મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી પુષ્કરાક્ષાય નમઃ || મંત્રની કરવી.
કુંભઃ- ગ,શ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો
આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કેસર કાજુકતરી મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી શ્રીકરાય નમઃ || મંત્રની કરવી.
મીનઃ- દ, ચ,ઝ, થ રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો
આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા || શ્રી લોકાધ્યક્ષાય નમઃ || મંત્રની કરવી.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો