ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે | શ્રી કૃષ્ણ ભજન ગુજરાતી | લાલજી ભજન ગુજરાતી | Krishna Bhajan Gujarati | Lalaji Bhajan
હાલરડુ હું ગાઉં મારા લાલાને ઝુલાવું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ગિરધર મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો ઝૂ
લો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ચાંદા ચાંદા પુરી ગિરધરથી રાધા ગોરી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ગિરધર મારો રસીયો એ તો મધુર મધુર હસિયો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
અગર ચંદનની ગોટી ગિરધરથી રાધા મોટી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
સાવ સોનાની ઝારી ગિરધરને રાધા પ્યારી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
રાધાને હાથે ચૂડો એના ગિરધર વર છે રૂડો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
પેલી વ્રજની ગોપી આવી એના ઝભલા ટોપી લાવી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ગિરધરને માખણ વ્હાલું એ તો બોલે કાલું કાલું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
એના મુખમાં સાકર આપું ગિરધરને હૃદયે ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
હું તો રમકડા બહુ લાવું લાલા ને વ્હાલથી રમાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ગિરધરને પગે પાયલ એ તો રાધા ઉપર ઘાયલ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ઘુઘરડો વગાડું મારા લાલા ને જગાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ભક્તો ના પ્યારા લાડકડા મોહન પ્યારા
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
આંજણી યાહૂ આંજુ લાલા ને હૈયે ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો