એકાદશી ના દિવસે જાણો " શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna Mantra Meaning Gujarati Okhaharan
![]() |
Shree-Krishna-Sharnanmah-Mantra-Meaning-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું શ્રીકૃષણઃ શરણં મમ મંત્રનો અથૅ.
અષ્ટાક્ષર મંત્ર
શ્રીકૃષણઃ શરણં મમ
સર્વ મંત્રના ફળને આપનાર તથા લોભાદિ દોષ વગરનો આ અષ્ટાક્ષર મંત્ર છે . શ્રી ગુસાંઈજીએ આ મંત્રનું અસ્ય આ પ્રમાણે સમજાવેલું છે .
મંત્ર શ્રીકૃષણઃ શરણં મમ
મંત્ર અથૅ આ પ્રમાણે છે.
શ્રી - સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે , લક્ષમી મેળવાવે છે અને રાજાને પ્રિય બનાવે છે .
કૃ-પાપને શોષે છે .
ષ્ણ – ત્રિવિધ તાપ શાંત થાય છે .
શ - સંસારમાં યોનિનો નાશ થાય છે .
૨ - બ્રહ્મ , જગતુ , જીવ વિગેરેનું જ્ઞાન થાય છે અને પરમાત્માનો સંબંધ સમજાય છે ,
ણં - શ્રીકૃષ્ણમાં દઢ ભક્તિ થાય છે .
મ - શ્રીકૃષ્ણરત્નના ઉપદેશક ગુરુમાં પ્રીતિ થાય છે .
મ - હરિ સાથે સાયુજ્ય મુક્તિ મળે છે .
પંચાક્ષર મંત્રઃ ‘
કૃષ્ણ તવાસ્મિ
મંત્ર અથૅ આ પ્રમાણે છે.
હે કૃષ્ણ ! હું તમારો છું , તમારો છું . ભગવાનમાં વ્યસન થાય ત્યારે જ કૃતાર્થ થવાય.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો