શ્રાવણ માસના શનિવારે કરો શ્રી હનુમાનજીની વંદના | Hanumanji ni Vandana with Gujarati Lyrics | Okhaharan
Hanumanji-vandana-gujarati-lyrics-hanuman-mantra |
હનુમાન વંદના
હે સવૅયાપી પવનનંદન! છે વંદન તમને
વેદોના સ્વરૂપ છો કપિ! છે વંદન તમને.
ધારણ કરો છો બ્રહ્માંડને બ્રહ્મરૂપ છો તમે
વાયુપુત્ર છો તમે આત્મા સ્વરૂપ છો તમે.
તમે મોટા રામ ભક્ત શ્યામ રૂપ છો તમે
શ્યામ સુગ્રીવ તમે છો મૈત્રી સ્વરૂપ તમે
લંકા બાળનાર મારુતિનંદન છે વંદન તમને
હે સવૅવ્યાપી પવનપુત્ર છે વંદન તમને
સાગરને તમે પ્રભુ પળમાં ઓળંગી ગયા
માતા સીતાના શોકને ક્ષણમાં હરી ગયા
રામ મુદ્રિકા માત સીતાને હાથોહાથ દીધી
દાનવોની કપિદેવ તમે બુરી વલે કીધી
ગુણ ગાઉં તમારા કપિ છે વંદન તમને
હે સવૅવ્યાપી પવનપુત્ર છે વંદન તમને
મેધનાથનો યુદ્ધમાં તમે કર્યો વિધ્વંશ
અશોકાટિકા ને ક્ષણમાં તમે કરી છે નષ્ટ
ગગનમાં રહો તમે આકાશમાં વિહરનારા
લંકા પુરી મહેલોને તમે બાળનારા
હે વિજય અપાવનારા છે વંદન તમને
હે સવૅવ્યાપી પુવનપુત્ર છે વંદન તમને
તપેલા સોના જેવી છે કાન્તિ તમારી
મેધનાદને મુછિત કરે ગજૅના તમારી
બચાવો તમે લક્ષ્મણજી ને બ્રહ્માસ્ત્રોથી
હણો દાનવોને તમે સહસ્ત્ર અસ્ત્રોથી
ભુત રીછોના સ્વામી છે વંદન તમને
હે સવૅવ્યાપી પવનપુત્ર છે વંદન તમને
પોકારે ભક્તની તમે હણો શત્રુભય સદા
ભક્તો પર રહે કૃપા તમે વરસાવો દયા સદા
ભક્તોના ભયના તમે નાશક છો
સવૅ પ્રાણીના વિપત્તિના તમે ધાતક છો
સ્તુતિ કરૂં તમારી અંજનીજાયા છે વંદન તમને
હે સવૅવ્યાપી પુવનપુત્ર છે વંદન તમને
પ્રભુ રુદ્રનો અંવતાર તમે વજ્રદેહ ધારી છો
છો અમર તમે કપિ સદા બ્રહ્મચારી છો
વિજય સદા છે તમારો નખ દાંત આયુધધારી
ભક્તોનું કલ્યાણ કરતા તમે મંગલકારી છો
માગું સ્નેહ તમારો છે વંદન તમને
હે સવૅવ્યાપી પવનપુત્ર છે વંદન તમને
હે સવૅવ્યાપી રામભક્ત છે વંદન તમને
હે સવૅવ્યાપી કેસરીનંદન છે વંદન તમને
હે સવૅવ્યાપી અંજનીજાયા છે વંદન તમને
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો