કર્પૂરગૌરં કરૂણાવતારં નો અર્થ કર્પૂર નથી થતો જાણો અથૅ ગુજરાતીમાં | Karpur Gauram Karunaavtaaram meaning in Gujarati | Okahaharan
Karpur-Gauram-Karunaavtaaram-stuti-meaning-in-Gujarati |
ભગવાન ની આરતી પછી બોલાય છે ‘કર્પૂરગૌરં’ આ વિશેષ મંત્ર અર્થ ને સમજ
।। કર્પૂરગૌરં કરૂણાવતારં સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ ।
સદાવસન્તં હ્રદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ ।।
મંત્રનો અર્થ :-
આ મંત્ર માં શિવજી ની સ્તુતિ કરવા માં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ
કર્પૂરગૌરં -- કર્પૂર ની સમાન ગૌર વર્ણ વાળા
કરૂણાવતારં --- સાક્ષાત કરૂણા ના અવતાર..
સંસારસારમ્ --- જે આખી સૃષ્ટી ના સાર છે.
ભુજગેંદ્રહારમ--- જે સાંપ ને હાર ના રૂપમાં ધારણ કરે છે.
સદા વસંત હ્રદયાવિનદે ભવંભવાની સહિતં નમામિ ll
જે ભગવાન શિવ, માતા પાર્વતી સહિત મારા હ્રદય માં કાયમ નિવાસ કરે છે તેમને હું નમન કરું છું.
મંત્ર નો પૂરો અર્થઃ જે કર્પૂર જેવા ગૌર વર્ણવાળા છે, કરૂણા ના અવતાર છે, સંસારનો સાર છે અને નાગ નો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હ્રદય માં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું.
કોઈ પણ દેવી-દેવતા ની આરતી પછી કર્પૂરગૌરમ્..
મંત્ર જ બોલવા માં આવે છે તેની પાછળ કારણ છે કે, ભગવાન શિવ ની આ સ્તુતિ શિવ-પાર્વતી વિવાહ વખતે વિષ્ણુ ભગવાને ગાઈ હતી.
સામાન્ય રીતે માનવા માં આવે છે કે , ભગવાન શિવ સ્મશાન નિવાસી છે અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયંકર છે, પણ આ સ્તુતિ જણાવે છે કે તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે.
શિવ ને સૃષ્ટિના અધિપતિ માનવા માં આવે છે, તે મૃત્યુલોક ના દેવતા છે. શિવ ને પશુપતિનાથ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે સંસાર માં જેટલા પણ જીવ છે (મનુષ્ય સહિત) તે બધા ના અધિપતિ....
આ સ્તુતિ ગાવા ની પાછળ કારણ છે કે , સમસ્ત સંસાર ના અધિપતિ શિવ અમારા મન માં શક્તિ સહિત વાસ કરે., શિવ મૃત્યુ ના ભય ને દૂર કરે છે. આ સ્તુતિ ગાઈ ને પ્રાર્થના કરવા માં આવે છે કે અમારા મનમાં શિવ વાસ કરે અને મૃત્યુ ના ભય ને દૂર કરે.
હર હર મહાદેવ
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો