દશામાં વ્રત દશામાંનો થાળ | dashama no thal Gujarati | Okhaharan
![]() |
દશામાંનો-થાળ-dashama-no-thal-Gujarati-thad |
થાળ
મીનાવાળા દશામાં તમે જમવા પહેલા આવો ને
જમવા વહેલા આવો માંડી સહેલીયોને સાથે લાવો
સોમવારે શીરો પુરી જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવો માંડી સાથે અંબાને લાવજો રે
મીનાવાળા દશામાં તમે જમવા પહેલા આવો ને
મંગળવારે મોહનથાળ જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવો સાથે મહાકાળી ને લાવજો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
બુધવારે બરફી પેડા જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવો સાથે બહુચર માને લાવજો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
ગુરૂવારે ગુલાબ જાંબુ જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવો સાથે ખોડિયાર માં ને લાવો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
શુક્રવારે સુત્ર ફેણી જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવો સાથે લક્ષ્મીજી ને લાવો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
શનિવારે શ્રીખંડ પુરી જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવજો સાથે રાદંલ માને લાવજો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
રવિવારે રસગુલ્લા જમવા વહેલા આવો ને
જમવા વહેલા આવો સાથે ચામુંડા માને લાવો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
જળ જમનાની જાળી ભરાવી આચમન લેવા આવો રે
આચમન લેવા આવો સાથે આશાપુરા ને લાવો રે
મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો