ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

જીવંતિકા માં ની ચાલીસા | Jivantika Chalisa with Gujarati Lyrics | Jivantika Maa ni Chalisa | Okhaharan

જીવંતિકા માં ની ચાલીસા | Jivantika Chalisa with Gujarati Lyrics |  Jivantika Maa ni Chalisa | Okhaharan

jivantika-chalisa-in-gujarati

 

જીવંતિકા ચાલીસા

જય જીવંતિકા માત ભવાની તારી કૃપા સદા નિરાળી

કરે વ્રત પૂજા આરતી થાળ વાંકો ના થાયે તેનો જગમાં વાળ

મનોકામના માં કરે પૂરણ હોય ભલે ને કોઈ પણ વરણ

શ્રાવણ માસનો પહેલો શુક્રવાર જીવંતિકા વ્રત નો મહિમા અપાર

પવિત્ર પાવન શ્રાવણ માસ આધિ વ્યાધિ ઉપાધિ હરે માત

સંતાન દીધૉયુષ્ય બને માં જીવંતિકા એની રક્ષા કરે

jivantika-maa-vrat-katha-in-gujarati

 

બ્રાહ્મણી ના પુત્રની રક્ષા કરી સદા તેની સહાય રહી

તારા પ્રતાપે જીવ્યો વણિક બાળ તે ઠેલ્યો પાછો એનો કાળ

મુત્યુ ની પાછી ખેંચી તે રેખ લેખ ઉપર મારી તે મેખ,

આવો તારા વ્રત નો પ્રભાવ અચરજ પામ્યા સૌ જોઈ ચમત્કાર

બ્રાહ્મણ પુત્રને તું સાચવે નિત બાળકો ઉપર તુજને ધણી પ્રીત 


ખુલ્લી તલવારે તું કરતી રક્ષણ કાળનું તું કરતી ભક્ષણ

દીધૅજીવન ને સુખી સંસાર તારા વ્રતથી પામે અપાર

જીવંતિકા વ્રત છે મહિમાવંતુ સવૅ સુખ સમૃદ્ધિ આપતું

વ્રત કરનારે પાળવા કારણ પીળું વસ્ત્ર અંલકાર નહીં ધારણ

અન્ન પીળું ત્યારે ના ખાવું લીલા મંડપથી પસાર ના થવું

સ્નાન કરી બાજોઠે બિરાજવુ જીવંતિકા વ્રત રે ધરવું

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics

ચમત્કાર થાશે વ્રત થકી લાભ થાશે બમણો નક્કી

નૈવેદ્ય ધરી પ્રાથૅના કરવી ચોખા ધરી આરતી ઉતારવી

અવિચળ રાખે માં તો સૌઉ ભલે હો પતિ પુત્ર કે વહું

ગુણ ગાંજો પ્રેમ ધરીને નમન કરજો ચરણે પડીને

ચુદંડી માની સોહે ધણી ટાંક્યા સૂયૅ ચંદ્ર મણિ 


સૌભાગ્યનું એનું ચમકે એમ જો વ્રત કરે પુરૂ થાય પૂરી નેમ

જીવંતિકા દે છે જીવન સંસાર થાયે ઉપવન

નાવ જીવનની ઉતારે પાર આપે એ તો જીવનનો સાર.

અંબાપદ એને રે મળે માં જીવંતિકાને જે સ્મરે

સ્ત્રી અખંડ સૌભાગ્ય પામે વધ્યાં પુત્ર સુખ પામે

પુત્ર હોય જો કુલક્ષણો વ્રતના પ્રભાવે થાય સુલક્ષણો

રાણી હોય કે હોય ગરીબ ઝગમગી ઊઠે એનું નસીબ

વ્રત સ્ત્રીઓ જો ધારે મન , તો ઉજાળે સારૂં જીવન

Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics

 

શાંતિ આપે એ સંસારે ચાંદલો ધરે એ વિસ્તારે

ભાવ ધરીને જે કોઈ પૂજે ધન ધાન્ય કદી ના ખૂટે

કીતૅન ભજન ગરબા કરે એનું મન સુખમાં ઠરે

ખોળો પાથરે જો કોઈ નારી એ દે તેને તત્કાળ ભરી

છે માતા એ ભક્તને આધિન એ કલ્યાણી છે અભિન્ન


જે નારી એનું વ્રત ધરશે તેના સહુ મનોરથ ફળશે

દુ:ખ અમંગળ એ સદાયે ટાળે બાળ ગોપાળ સહુ સંભાળે

ભરોસો રાખે વ્રત પર જે પામે સવૅ સિદ્ધિ તે

માની આંખલડી અમૃત ભરેલી ભક્ત પર એ નિત વરસતી

સોહાગણને રહે અખંડ ચાંદલો પ્રતાપ એનો જાય ન કહ્યો 

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-ma

જય જીવંતિકા માત તુજને નમું ચાલીસા ગાઈ તુજને ભજું

જે ભક્ત કરે આ ચાલીસા પાઠ માં કરે સવૅ બાળ ની રક્ષા.

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

 

Tag of Post

#JivantikaChalisa 

 #જીવંતિકાચાલીસા

jivantika maa ni chalisa with gujarati lyrics, 

jivantika maa ni chalisa in gujarati , 

Jivantika Chalisa,

Jivantika Chalisa 2021, 

Jivantika chalisa with lyrics, 

Jivantika chalisa Gujarati, 

Jivantika , 

જીવંતિકા ચાલીસા ,

 જીવંતિકા ચાલીસા ગુજરાતી, 

જીવંતિકા, જીવંતિકા માં ની ચાલીસા,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો