જીવંતિકા માં નો થાળ | Jivantika Maa No Thal with Gujarati lyrics | Okhaharan
Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics |
માં જીવંતિકા નો થાળ
મારે મંદિરીયે આજ કીધા છે ભોજનિયા મન ભાવતા
વેલેરા આવજો જીવંતિકા વાર ન લાગે આવતા
સ્વાગતમાં પુષ્પોની માળા તૈયાર છે માળા તૈયાર છે.
કોમળ કળીમાથી ગૂંથેલા હાર છે ગૂંથેલા હાર છે.
આનંદ આનંદ થાશે હૈયામાં હાર પહેરાવતાં
રૂપાના બાજેટિયા કંચનનો થાળ છે કંચનનો થાળ છે
સ્નેહભરી સામગ્રી સધળી રસદાર છે સધળી રસદાર છે
એક પછી એક હું પીરસવા માંડું આવે ઉછાળો ધરાવતા
બુંદીના લાડુ ને માવાની ધારી માવાની ધારી
પીસ્તા ની બરફી ને સેવો સુંવાળી સેવો સુંવાળી
પ્રેમે આરોગજે લચપચતો લાડુ થાક લાગ્યો છે વાળતા.
દૂધીનો હલવો ને પુરણપોળી પુરણપોળી છે.
બે પડીની રોટલી ને ધીમાં ઝબોળી છે માંડી ધી માં ઝબોળી છે.
ગજ મેસુબ મોહનથાળ ને વાર લાગી છે ઠારતા
શાક કીધા છે મેં વિધ વિધ જાતના છે માંડી વિધ વિધ જાતના શાક
કરવા વખાણ શું કેસરીયા ભાતના માંડી શું કેસરીયા ભાતના વખાણ
ને દાળ કેરી વાત નિરાળી મ્હેક આવી છે વધારતાં
જળ મારા ધરનુ તે જમવાનું જાણજે જે માંડી જમવાનું જાણજે
મુખવાસ કરીને એક વાત મારી માનજો વાત
ભક્ત ધેર જીવંતિકા રોજ રોજ આવજો
થાકું ના તમને જમડાતા માંડી
મારા મંદિરીયે આજ કીધા છે ભોજનિયા મન ભાવતાં.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો