ભાદરવા સુદ આઠમ ઘરો આઠમ ની વ્રત વિઘિ અને વ્રત કથા | Dharo Atham Vrat Katha Gujarati | Okhaharan
Dharo-Atham-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ઘરો આઠમ ની વ્રત વિઘિ અને વ્રત કથા આ પવિત્ર વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે આવે છે તેને ધરો આઠમ કહે છે.
ધરો આઠમ કયારે છે? પૂજા કેવી રીતે કરવી? શુ કરવું ? શુ ના કરવું ? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ધરો આઠમ વ્રત વિધિ:
હિન્દું પંચાગ અનુસાર 23 સપ્ટેમ્બર 2023 આ વ્રત આવે છે. આ વ્રત કરનારે સ્ત્રીએ સવારે વહેલા સૂયૅદય પહેલા ઊઠી, સ્નાન કરી ધરો ની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વઘારતા રેહજો. આ દિવસે વ્રત કરનારે ટાઢું જમવું. પ્રસાદમાં તથા ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં એમાં મગ જરૂર હોય છે. બાજરાના વડાં વગેરે લઈ શકાય. આ વ્રત સંતાનોના રક્ષા અને કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે.
ધરો આઠમ વ્રત કથા:
વીરપુરે નામને એક ગામમાં સાસુ-વહુ રહે. વહુ ઘણી સમજુ પણ સાસુ નાની વાતમાં છણકા કરે. છતા પણ વહુ બઘી વાતમાં સાસુ માન રાખતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને અને ઘાસ ચારો વાઢીને ગુજરાન ચલાવતાં હતા. વહુને એક રૂપાણો દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી.
એવામાં ભાદરવા માસ આવ્યો ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ.
આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર "" ગુજરાતી લખાણ સાથે
વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે લીલું ઘાસ વઢાય નહી કે તોડાય પણ નહી.તેથી તેણે સાસુને ના પાડી દીઘી. આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ઠોરને ખવડાવીશું ? લાવ હું એકલી જ જઉ? આમ કહી સાસુમા દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરા ને ઘોડીયામાં સુવડાવે કરો માને પ્રાર્થના કરીને બોલી એ ધરોમાં મારા ફૂલ જેવા વાળ ની રક્ષા કરજો પછી સાસુ ની પાછળ પાછળ ચાલવા લાગી
થોડીવારમાં સાસુ વહુ એ ખેતર પહોંચી ગયા સાસુમાં તો દાતણ લઈ ઘાસ વાઢવા મંડી પડ્યા પણ બિચારી વહુનો ઘાસ વાઢતા જીવ ચાલતો નહોતો લીલું ઘાસ કાપે તો તેના વ્રતનો ભંગ થાય અને તેને દોષ લાગે તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકુ કાપતી જાય આમ કરતાં સાંજ પડી સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાવ તમારું ઘર ભડકે બળે છે
સાંભળી સાસુ-વહુના જીવ તાળવે ચોંટી ગયા તે તો ઘાસના ભારા પાદરે ફૈકી દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમા તો નીચે બેસી પોક મૂકીને રડવા લાગ્યા વહુ તો દોડતી દોડતી અડધા પડદા બળેલા બારણા ને હડસેલીને અંદર ગઈ અને જોયું તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી. અને ઘોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈ વહુ તો રાજી રાજી થઈ ગઈ તે તરત જ પારણામાંથી બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપી દીધો પછી મનોમન ધરો માને પ્રાર્થના કરવા લાગી
તે બાળકને લઈ બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખોમાં હરખના આંસુ આવી ગયા વહુએ કહ્યું બા આજે મારું ધરો આઠમ નું વ્રત ફળ્યું ધરોમાં એ જ મારા લાલ ને બચાવ્યો
શ્રી ગણેશ નો "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
સાસુમા પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ તેમની માફી માંગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમ નું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો એ ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર આ કળિયુગમાં સર્વ ભક્તજનોની ફરજો કથા કરનારા કથા વાંચનારા કથા સાંભળનારા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો.
બોલીયે શ્રી ધરો માત કી જય
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો