શ્રાવણ સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય | Amavasya Upay Gujarati | Okhaharan
![]() |
Amavasya-Upay-gujarati-2021 |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું શ્રાવણ સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય.
શ્રાવણ માસ સોમવાર એમાં પણ અમાસ એટલે સોમવતી અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. આ દિવસે કરેલા મંત્રજાપ, તપ અને વ્રત કરવાથી અનેક ગણું ફળ મલે છે. અમાસના દિવસે સવારે સૂયૅદય પહેલાં જ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જળની અંદર કંકુ વારા ચોખા અને ખાસ લાલ ફુલ ઉમેરો. કોઈ શિવ મંદિરમાં જવુ અને તાંબાના લોટામાં જળ ભરીને અભિષેક કરો. જો શકય હોય તો પંચામૃતથી અભિષેક કરો. અને મનમાં ॐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.
શ્રાવણ માસ સોમવાર એમાં પણ અમાસ એટલે સોમવતી અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.
અમાસના દિવસ એ પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો સવારે ઘુપ કરો એ ભગવાન ને અપણૅ છે અને સંઘ્યા સમયે કરો એ પિતૃઓનો અપણૅ છે. જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ ,ઘી અને ગુગળ નાખીને ધૂપ અર્પણ કરો. જો શક્ય ના હોય તો એકલું ગુગળ નું પણ ઘુપ કરી શકાય. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે..
પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો. જેમકે કોઈને જમાડો, બ્રહ્માણને સીઘું દાન કરો. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે.
અમાસના દિવસે પીપળા જળ ચડાવી દિવો કરવો. સવારે કરેલા પુજન જળ પિતૃદેવ તથા ભગવાન ને અપણૅ છે 108 પદક્ષિણા કરો. અને સંઘ્યા સમયે કરેલ પુજન શનિદેવને અપણૅ છે. એ સમયે શનિદેવનો દશનામનો સ્ત્રોત જરૂર કરવો. આમ કરવાથી શનિદોષ ઓછો થાય છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો