ધન્ય એકાદશી | Ekadashi Bhajan | Dhanya Ekadashi Bhajan with Lyrics in Gujarati | Okhaharan
Dhanya-Ekadashi-Bhajan-Lyrics-in-Gujarati |
ધન્ય એકાદશી ગુજરાતી ભજન
ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે એકાદશી નું વ્રત સારૂં છે એ તો પ્રાણજીવન પ્યારું છે
એ તો વૈકુંઠ લઈ જનારૂ છે .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે ગંગા ઘાટે જાવું છે મારે જમુના જળમાં ન્હાવું છે
મારે ભવસાગર તરી જવું છે .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે દશ ઈન્દ્રિય વશ કરવી છે મારે મનમાં સ્થિરતા ધરવી છે
મારે ચિત્તશુદ્ધિ આદરવી છે .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે સમયે શરીરને કસવુ છે ઉપવાસે પ્રભુ સંગે વસવું છે
પરમારથ માંહી ધસવુ છે .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
અંબરિષે એ વ્રત રસ પીધા છે દંડ દુવૉસાએ દીધા છે
રક્ષણ રખવાળાએ કીધા છે .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
જેણે એકાદશીના વ્રત કીધા છે પાંચ પદારથ સીધા છે.
તેને પ્રભુ એ પોતાના કરી લીધા છે .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે દ્રારકા જાવું છે મારે ગોમતી ધાટે ન્હાવું છે
મારે દ્રારકાધીશ ને નીરખવા છે.. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે ડાકોર જાવું છે મારે ગોમતી ધાટે ન્હાવું છે
મારે રણછોડરાય ને નીરખવા છે.. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
જે કોઈ બાર માસ કરે એકાદશી એના અંતરમાં વસે અવિનાશી
જે નહીં કરે તે રહેશે હાથ ધસી .. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે ગોકુળ મથુરા જાવું છે મારે જમના જળમાં નહાવું છે
મારે રાધાકૃષ્ણ ના દર્શન કરવા છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે અયોધ્યાપુરી માં જાવું છે મારે સરિયું નદીમાં નહાવું છે
મારે સીતારામ ના દર્શન કરવા છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે જગન્નાથપુરીમાં જાવું છે મારે રત્નાકર માં નહાવું છે
મારે કૃષ્ણ બલરામ સુભદ્રાજી ને મળવું છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે હિમાલયમાં જાવું છે મારે ગંગાજી માં નહાવું છે
મારે બદ્રીનાથ ના દર્શન કરવા છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે પાટણપુર માં જાવું છે મારે સૂરજ નદીમાં નહાવું છે
મારે રામનાથજી ના દર્શન કરવા છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે જૂનાગઢમાં જાવું છે મારે દામોદર કુંડમાં નહાવું છે
મારે દત્ત પ્રભુના દર્શન કરવા છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે પંઢરપુરમાં જાવું છે મારે મારે ચંદ્રભાગા માં નહાવું છે
મારે વિઠ્ઠલ રૂકમાઈ ને મળવું છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે મઢ ગામે જાવું છે મારે ચાચરા કુંડ માં નહાવું છે
આઈ આશાપુરા ના દર્શન કરવા છે... ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
મારે કોટેશ્વરમાં જાવું છે મારે નારાયણ સરોવર માં નહાવું છે
મારે ત્રિકમરાય ને મળવું છે.. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
આ એકાદશી જે ગાય છે તેનો વ્રજમાં વાસ થાય છે
રાધા કૃષ્ણના દર્શન થાય છે.. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો