સામા ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં | Sama Pancham Vrat Katha in Gujarati | Sama Pancham | Okhaharan
Sama-Pacham-Vrat-katha-gujarati |
ભાદરવા સુદ પાંચમ તિથિને સામા પાચંમ કહેવાય છે સામા પાચંમ ઋષિપંચમી પણ ઓળખાય છે. આ વષૅ 20 સપ્ટેમ્બર 2023 ના રોજ છે.
સામા પાચંમ વ્રત વિધિ
આ વ્રત ભાદરવા સુદ પાંચમના તિથિના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓથી માસિકઘમૅ-રજોદર્શન સમયે જાણે-અજાણે લાગેલા દોષો નિવારવા અથે આ વ્રત કરે છે. આ વ્રત નું બીજી નામ ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા સૂયૅદય પહેલાં ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું. આ દિવસે ફક્ત સામો ખાવો, ફળાહાર કરવો. બીજી કોઈ વસ્તું કે અન્ન ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂણૅ શ્રદ્રાથી ભક્તિ ભાવથી પૂજા કરવી.
સામા પાચંમ વ્રત શુ કરવુ? શુ ના કરવુ? ઉપવાસ માં શું જમવું ? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ દિવસે હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.તેમાં પણ વિશેષ અરુંઘતી પુજન મનમાં રટણ જરૂર કરવું. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.નવા કોરા વસ્ત્ર ભેટ આપવી.
સામા પાચંમ વ્રત કથા
ઘણા વર્ષો પહેલાંની વાત છે. ચંદ્રદેશમાં ત્રિલોક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની ત્રિલોચના અને પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. પુત્રનું નામ સુદશૅન અને પુત્રી નામ સુશીલા હતું . પુત્ર સુદશૅન પિતાની જેમ સર્વ વિદ્યા ભણીને હોંશિયાર થઈ ગયો હતો. પુત્રી સુશીલા ને ઉમર થતા પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા. પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. પરંતુ એક વર્ષ થયું હશે ત્યા તેની પુત્રી સુશીલા પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો.
સુશીલા દુ:ખી થઈ પિયરમાં આવી ગઈ. ભરજુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુઃખ નું આભ ટુટી પડ્યું એવુ લાગતું હતું. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું.
બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું. આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદશૅન પોતાની પત્ની સાથે ગામમાં રહે અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમ રહેતી હતા. ધર્મના કાર્ય કરવા છતા સુશીલા નો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે પાથરી સૂઈ જતી.
એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખદબદવા લાગ્યા. આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરમાં પતિને વાત કરી.
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી શરીર પર માટી લગાડી. પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈે. પરંતુ આ સુશીલા એ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું છે. આ ઉપરાંત કોઈ સામા પાચમનું વ્રત કરે તો ઠેકડી ઉડાવતી તેણે ઋષિપંચમીની નિંદા કરી હતી. સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે.
શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે
બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી.આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તભાવથી કરીપોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું.
બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને ઘીનો દીવો-ધૂપ કરવા. ત્યાર પછી નૈવૈધમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુધતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું. તેમની પૂજા કરવી. વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે.
સુશીલા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત તે પ્રમાણે સામાપાચમનું વ્રત શ્રદ્રાપૂવૅક કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નિકળતું બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ.
જે કોઈ સ્ત્રી પુરાણો પ્રસિદ્ર સામા પાંચમનુ વ્રત શ્રદ્રાથી કરે તેના સવૅ દોષોનું નિવારણ થાય છે. અને તેમના અજાણ્ય પણે થયેલા દોષ બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો