ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2021

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ નો મહિમા અને સંપૂર્ણ વિધિ અને વ્રત કથા | Kevda Trij Vrat Katha in Gujarati | Okhaharan

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ નો મહિમા અને સંપૂર્ણ વિધિ અને વ્રત કથા | Kevda Trij Vrat Katha in Gujarati | Okhaharan

 
kevda-trij-vrat-katha-in-gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ભગવાન શિવને પ્રસન્ન કરવાનું એક પવિત્ર વ્રત જે ભાદરવા સુદ ત્રીજ ના દિવસે આવે છે તેને કેવડા ત્રીજ કહે છે.

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

પુરાણો કથા અનુસાર આ વ્રતના કરવાથી જ માતા પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું ફુલ કે પાન શિવલિંગ પર ચડાવમાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. આ વ્રત સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. 


શિવપુરાણની કથા અનુસાર કેવડાના પુષ્પએ અનંત શિવલિંગ નો અંત શોઘવમાં બ્રહ્માજીના જૂઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વિકાર કર્યો છે. પરંતુ, વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.

 સામા પાચંમ વ્રત કયારે છે?  કેમ કરવું? શુ કરવુ? ઉપવાસ માં શું જમવું ?  શુ ના કરવુ? કોની પૂજા કરવી?  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 કેવડા ત્રીજ વ્રતની વિધિ

⦁ વ્રત કરનાર નારીએ સવારે નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પરિણીત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહનો અચૂક ધારણ કરવા. જેવાકે ચાલ્લો, સિઘુર, લાલ બંગડી વગેરે.

⦁ હાથમાં જળ લઈ કેવડા ત્રીજનો વ્રતનો સંકલ્પ કરો.

⦁ શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ ના થાય તો છબી લઈ તેનું  સ્થાપના કરો.

⦁ પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરો. મહાદેવ મંદિર બઘી પ્રકારના પુષ્પો અને પાન, ફળ વગેરેથી પુજન કરો.

⦁ ખાસ કરીને દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવાં કે બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે અર્પણ કરો.

⦁ મહાદેવની પૂજા બાદ તેમને અચુક કેવડાનું પાન અર્પણ કરો.


 શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે


 ⦁ સખી ભેગા મળીને અથવા કોઈ ના હોય તો પુજન ની જગ્યાએ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તેનું શ્રવણ કરો.

⦁ કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.

⦁ ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરો અને ના થાય તો જળ, દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય.પરંતુ પૂર્વે કેવડાનું પાન અચૂક સૂંઘો અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ગ્રહણ કરો. આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ.

⦁ રાત્રિના જાગરણ કરો.

⦁ વ્રતના બીજા દિવસે શિવ-પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરતા પહેલાં શિવ-પાર્વતીની પ્રતિમાઓને જળમાં પ્રવાહિત કરો. અને છબી હોય તો ધરના દેવસ્થાનમાં મુકો.


કેવડા ત્રીજ વ્રત કથા

એક વખતે ભગવાન શીવ અને પાર્વતી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે વાત વાતમાં પાર્વતીએ પુછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યાં પછી જ્યારે મે ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મે કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે?

ત્યારે ભોલાનાથે કહ્યું- હે દેવી! હવે સાંભળો હું તમને સંપૂણૅ વાતૉ કહું.

 બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારૂ રટણ કરતાં હતાં. એક વખતે નારદમુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખુબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખુબ જ ખુશ થયાં હતાં. પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણું ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખુબ જ ગુસ્સે થયાં હતાં. ખુબ નારાજ થયાં.


શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે


તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યાં હતાં ત્યારે તમે મનોમન ખુબ જ મુંઝાયા અને તે મુંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે એકલા વનમાં ચાલ્યાં ગયાં હતાં.વનમાં એક ગુફા આવી. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યાં હતાં. તમારૂ રોમે રોમ મારૂ રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારૂ શીવલીંગ બનાવી દીધું હતું અને ત્યાર બાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખુબ જ ભાવ પૂર્વક ચડાવ્યાં હતાં. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કાંઇ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતુ. આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખુબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હુ તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું કે-


હે ભોળાનાથ! જો મે ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારૂ જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો. અને મે તમને તથાસ્તું કહી દિધું હતું.

તમે આખી રાત જાગવાને કારણે અને ભુખને કારણે ખુબ જ થાક્યા હોવાથી સુઈ ગયાં હતાં. જ્યારે તમારા પિતા તમને શોધતાં શોધાતાં તમારી પાસે આવ્યાં ત્યારે તમને જંગલમાં સુતા જોઈને તેઓ ખુશ થયાં હતાં. અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દિધું હતું કે તમે શુધ્ધ મનથી મને વરી ચુક્યાં છો. 


 શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે


 હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પુજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયાં હતાં અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યાં હતાં. હે દેવી આમ તો મારી પુજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઇ ભુખ્યાં પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પુજા કરશે તેના બધા જ મનોરથ પુર્ણ થશે.



 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો