નવરાત્રી સ્પેશિયલ | શ્રીભવાની અષ્ટક ગુજરાતી અથૅ સહિત | Bhavani Ashtakam with Gujarati Lyrics Meaning | Okhaharan
Bhavani-Ashtakam-with-Gujarati-Lyrics-Meaning |
ભવાની અષ્ટક
ન તાતો ન માતા ન બન્ધુનૅ દાતા
ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા
ન જાયા ન વિધા ત વૃત્તિર્મમૈવ
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥ ૧ ॥
હે ભવાનિ ! પિતા, માતા, ભાઈ, દાતા, પુત્ર, પુત્રી, ભૃત્ય, સ્વામી, સ્ત્રી, વિદ્યા અને વૃત્તિ આમાંથી કોઈ પણ મારું નથી, હે દેવી ! એક માત્ર તું જ મારી ગતિ છે, તું જ મારી ગતિ છે
ભવાબ્ધાવપારે મહાદુઃખભીરુઃ
પપાત પ્રકામી પ્રલોભી પ્રમત્તઃ
કુસંસાર પાશ પ્રબદ્ધઃ સદાહં
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥ ૨ ।॥
હું અપાર ભવસાગરમાં પડેલો છું. મહા દુઃખોથી ભયભીત છું. કામી, લોભી, મતવાલો તથા ઘૃણાયોગ્ય સંસારનાં બંધનોમાં બંધાયેલો છું. હે ભવાની હવે એકમાત્ર તું જ મારી ગતિ છે.
ન જાનામિ દાનં ન ચ ધ્યાનયોગં
ન જાનામિ તંત્ર ન ચ સ્તોત્ર મંત્રમ્
ન જાનામિ પૂજા ન ચ ન્યાસ યોગં
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ । ૩ ।|
હે દેવી ! હું ન તો દાન આપવાનું જાણું છું, અને ન તો ધ્યાનમાર્ગની મને ખબર છે. તંત્ર અને સ્તોત્ર-મંત્રોનું પણ મને જ્ઞાન નથી, પૂજા તથા ન્યાસ આદિની કિયાઓથી તો હું એકદમ કોરો છું. હવે એકમાત્ર તું જ મારી ગતિ છે. ।૩॥
ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થ '
ન જાનામિ મુક્તિ લયં વા કદાચિત્
ન જાનામિ ભક્તિં વ્રતં વાપિ માતર
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥ ૪ ॥।
ન પુણ્ય જાણું છું ન તીર્થ, ન મુક્તિની જાણ છે ન લયની. હે માતા ! ભક્તિ અને વ્રત પણ મને જ્ઞાત નથી. હે ભવાનિ | હે ભવાની હવે એકમાત્ર તું જ મારી ગતિ છે. ।૪।।
કુકમીં કુસંગી કુબુદ્ધિઃ કુદાસઃ
કુલાચારહીન કદાચારલીનઃ |
કુદષ્ટિઃ કુવાક્યપ્રબન્ધઃ સદા હં.
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ॥ પ ॥
હું કુંકર્મી, ખરાબ સંગતમાં રહેનારો, દુર્બુદ્ધિ, દુષ્ટદાસ, કુલોચિત સદાચારથી હીન, દુરાચાર પરાયણ, કુત્સિત દષ્ટિ રાખનારો અને સદા કુવચન બોલનારો છું. હે ભવાની ! હવે એકમાત્ર તું જ મારી ગતિ છે.
પ્રજેશં રમેશં મહેશં સુરેશ
દિનેશં નિશીધેશ્વરં વા કદાચિત્ |
ન જાનામિ ચાન્યત્ સદાહં શરણ્યે
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ॥ ૬ ||
હું બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચન્દ્ર તથા અન્ય કોઈ પણ દેવતાઓને નથી જાણતો, હે શરણ આપનારી ભવાની ! એકમાત્ર તું જ મારી ગતિ છે. .
. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે
જલે ચાનલે પર્વતે શત્તુમધ્યે ।
અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ || ૭
હે શરણ્યે ! તું વિવાદ, વિષાદ, પ્રમાદ, પરદેશ, જળ, અનલ, પર્વત, વન તથા શત્રુઓની મધ્યમાં સદાય મારી રક્ષા કરો. હે ભવાની ! એકમાત્ર તું જ મારી ગતિ છે.
અનાથો દરિદ્રો જરારોગયુક્તો
મહાક્ષીણદીનઃ સદા જાડ્ય વક્ત્રઃ |
વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ।॥ ૮ ॥
જે ભવાનિ ! હું હંમેશાથી અનાથ, દરિદ્ર, જરા-જીર્ણ, રોગી, અત્યંત દુર્બળ, દીન, ગુંગો, વિપદગ્રસ્ત અને નષ્ટ છું. હવે તું જ એકમાત્ર મારી ગતિ છે. ।૮।
ઈતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં ભવાન્યષ્ટકમ્ સંપૂર્ણમ્ ॥
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો