સોમવાર, 11 ઑક્ટોબર, 2021

નવરાત્રીમાં એકવાર જરૂર પાઠ કરો | દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત | Devi Shamapan Apradh Stotram | Okhaharan

 નવરાત્રીમાં એકવાર જરૂર પાઠ કરો | દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત | Devi Shamapan Apradh Stotram | Okhaharan 

Devi-Shamapan-Apradh-Stotram-gujarati-lyrics
Devi-Shamapan-Apradh-Stotram-gujarati-lyrics


શ્રી શંકરાચાર્ય વિરચિત
દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રમ

ન મંત્રો ન યંત્ર તદપિ ચ ન જાને સ્તુતિમહો
ન ચાહવાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિ કથાઃ
ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં
પરં જાને માતસ્તવદનસુરણં ક્લેશહરણમ ૧||
અથૅ
હે મા ! હું તમારા મંત્ર, યંત્ર, સ્તુતિ, આવાહન, ધ્યાન,
સ્તુતિકથા, મુદ્રા તથા વિલાપ કાંઈ પણ નથી જાણતો, પરંતુ બધા
પ્રકારનાં ક્લેશોને દૂર કરનાર આપનું અનુસરણ કરવું (પાછળ
ચાલવું) જ જાણું છું.

વિધેર જ્ઞાનેન દ્રવિણ વિરહેણાલસતયા
વિધેયા શક્યત્વાતવ ચરણયોયૉ ચ્યુતિરભૂત
તદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણિ શિવે
કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ 2||
અથૅ
બધાનો ઉદ્ધાર કરનારી હે કરુણામયી માતા ! તમારી પૂજાની.
વિધિ ન જાણવાના કારણે ધનના અભાવે, આળસથી અને એ
વિધિઓને સારી રીતે ન કરી શકવાના કારણે તમારા ચરણોની સેવા
કરવામાં જે ભૂલ થઈ હોય એને ક્ષમા કરો, કારણ કે પુત્ર
થઈ જાય છે પણ માતા કુમાતા નથી થતી 2||


lalita-panchak-gujarati-lyrics



પૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ
પરં તેષાં મધ્યે વિરલ તરલોડહં તવ સુત:
મદીયોડયં ત્યાગ: સમુચિતમિદં ને તવ શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ ન કુમાતા ન ભવતિ 3||
અથૅ
મા ! ભૂમંડળમાં તમારા સરળ પુત્ર અનેક છે પણ એમાં એક
હું વીરલો જ ઘણો ચંચળ છું તો પણ હે શિવે ! મને ત્યાગી દેવાનું
તમને ઉચિત નથી, કારણ કે પુત્ર તો કપૂત થઈ જાય છે પણ માતા
કુમાતા નથી થતી 3||

જગન્માતમાતૅસ્તવ ચરણસેવા ન રચિત
ન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |
તથાપિ ત્વં  સ્નેહં મયિ નિરૂપમ યત્પ્રકુરુષે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૪||

અથૅ
હે જગદમ્બા ! હે માતા ! મેં તમારા ચરણોની સેવા નથી કરી
અથવા તમારા માટે પ્રચુર ધન પણ સમર્પણ નથી કર્યું, તો પણ
મારા પર જો તું આવો અનુપમ સ્નેહ રાખે છે તો એ સત્ય જ છે
કે પુત્ર તો કુપુત્ર થઈ જાય છે પણ માતા કુમાતા નથી થતી


પરિત્યક્તા દેવા વિવિધ વિધિ સેવાકુલતયા
મયા પંચાશીતેર ધિક મપનીતે  તુ વયસિ!
ઇદાની ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવતિ |
નિરાલમ્બો    લમ્બોદર જનનિં ક યામિ શરણમ 5

અથૅ
હે ગણેશ જનનિ ! મેં મારું પંચાસી વર્ષથી વધુ આયુષ્ય વીતી
જતા વિવિધ વિધિઓ દ્વારા પૂજા કરવાથી ગભરાઈને બધા દેવોને
છોડી દીધા છે, જો આ સમયે તારી કૃપા ન થાય તો હું નિરાધાર
થઈને કોનાં શરણે જાઉં ?

શ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા
નિરાંતકો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |
તવાપર્ણો કર્ષે વિશતિ મનુવણૅ ફૂલમિદં
જન કો જાનીતે જનનિ જપનીયં જપવિધૈ 6
અથૅ

હે માતા અપર્ણ ! જો તારા મંત્રાક્ષરો કનમાં પડતાં જ ચાંડાલ
પણ મિઠાઈ સમાન સુમધુર વાણીથી યુક્ત બહુ મોટો વક્તા બના
જાય છે અને મહાદરિદ્ર પણ કરોડપતિ બનીને ચિરકાળ સુધી નિર્ભયવિચરે છે તો એના જપનું અનુષ્ઠાન કરીને જપવાથી જે ફળ મળે
છે એને કોણ જાણી શકે ?

Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics


ચિતાભસ્માલેપો ગરલમશનં દિકપટધરો
જટાધારી કણ્ઠે ભુજંગપતિહારી પશુપતિઃ |
કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈકપદવી
ભવાનિ ત્વત્પાણિ ગ્રહણ પરિપાટી ફૂલમિદમ્ 7
અથૅ
જે ચિતાની ભસ્મ ચોળે છે, વિષ ખાય છે, નગ્ન રહે છે,
જટાજૂટ બાંધે છે, ગળામાં સર્પમાળા પહેરે છે, હાથમાં ખપ્પર લીધું
છે, પશુપતિ અને ભૂતોનાં સ્વામી છે એવા શિવજીએ પણ જે એકમાત્ર
જગદીશ્વરની પદવી પ્રાપ્ત કરી છે એ હે ભવાનિ ! તમારી સાથે
વિવાહ થવાનું જ ફળ છે. કી

ન મોક્ષ સ્વાકાંક્ષા ભવવિભવ વાંછાપિ ચ ન મે
ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાપિ ન પુનઃ |
અતસ્ત્વા સંચાયે જનનિ જનનં યાતુ મમ વૈ
મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ 8
અથૅ

હે ચન્દ્રમુખી માતા ! મને મોક્ષની ઇચ્છા નથી, સાંસારિક
વૈભવની પણ લાલસા નથી. વિજ્ઞાન તથા સુખની પણ અભિલાષા
નથી, એટલા માટે હું તમારી પાસે એ જ માગું છું કે મારી આખી
જિંદગી મૃડાની, રુદ્રાણી, શિવ-શિવ, ભવાની આદિ નામો જપતા
જપતા જ વીતે
>
ના રાધિતાસિ વિધિના વિવિધોપચારૈ
કિં રુક્ષચિન્તનપરૈર્ન કૃત વચોભિઃ |
શ્યામે ત્વમેવ યદિ કિંચન મધ્યનાપે
ધતસે કૃપામુચિતમમ્બ પરંતવૈવ 9
અથૅ

હે શ્યામે ! મેં અનેક ઉપચારોથી તમારી સેવા નથી કરી. (એટલું
જ નહીં, એની વિરુદ્ધ) અનિષ્ટ ચિંતનમાં તત્પર મારા વચનોથી
ની મેં શું નથી કર્યું ? (અર્થાત અનેક બુરાઈઓ કરી છે.) તો પણ મુજ
અનાથ પર જો તું કાંઈક કૃપા રાખે છે તો એ તને ઘણું જ ઉચિત
છે, કારણ કે તું મારી માતા છે.

આપત્સુ મગ્ન સ્મરણં ત્વદીય
કરોમિ દુર્ગે કરુણાર્ણવેશિ |
નૈતચ્છઠત્વં મમ ભાવયેથાઃ |
ક્ષુધાતૃષાર્તા જનની સ્મરન્તિ 10
અથૅ

હે દુર્ગે ! હે દયાસાગર મહેશ્વરી ! જ્યારે , કોઈ વિપત્તિમાં
પડું છું તો તારું જ સ્મરણ કરું છું અને તું મારી દુષ્ટતા ન સમજતી,
કારણ કે ભૂખ્યા તરસ્યા બાળક પોતાની માને જ યાદ કર્યા કરે છે.

Devi-Pratah-Smaranam-gujarati-lyrics

જગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરુણાસિત ચેન્મયિ !
અપરાધ પરમ્પરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ 11

અથૅ
હે જગત જનની ! મારા પર તમારી પૂર્ણ કૃપા છે, એમાં આશ્ચર્ય
શું છે ? કારણ કે અપરાધોથી યુક્ત પુત્રને પણ માતા ત્યાગી નથી
દેતી.


મત્સમઃ પાતકી નાસ્તિ પાપદની ત્વત્સમાં નહિ !
એવં જ્ઞાતા મહાદેવિ યથા યોગ્ય તથા કુરુ12
અથૅ
હે મહાદેવિ ! મારા સમાન કોઈ પાપી નથી અને તારા સમાને
કોઈ પાપ નાશ કરનારી નથી. આ જાણીને જેમ યોગ્ય સમજે એમ
કર ||૧૨||


ઇતિ શ્રીમચ્છંકરાચાર્ય કૃતં દેવ્યપરાધક્ષમાપન સ્તોત્રમ્

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો