લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Rama Ekadashi 2024 date and time | Rama ekadashi 2024 | Okhaharan
Rama-Ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો માસના વદ પક્ષ ની દિવાળી ના તહેવારમાં આવતી રમા કે લક્ષ્મી એકાદશી વિશે સંપૂણૅ માહિતી. રમા કે લક્ષ્મી એકાદશી ક્યારે છે? કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? આ એકાદશી નું મહત્વ શું કરવું અને શું ના કરવું? તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.
જય શ્રી કૃષ્ણ આસો માસના વદ પક્ષની એકાદશી શરૂ થતાં દિવાળી ના તહેવાર શરૂ થઈ ને લાભ પાંચમ સુઘી નવા વષૅ ના તહેવાર ચાલુ રહે છે. આસો માસની વદ પક્ષની એકાદશી તિથિ ને રમા એકાદશી અને શરદ પુણિમાં ના દિવસ થી લક્ષ્મીજી ની ઉત્પતિ લઈ ને દિવાળી સુઘી શ્રી મહાલક્ષ્મીનું પુજન થાય છે માટે લક્ષ્મી એકાદશી અને લક્ષ્મીજીનું એક નામ રમા પણ છે માટે લક્ષ્મી એકાદશી કહે છે.
આ વષૅ એકાદશી તિથિ પ્રારંભ 27 ઓક્ટોબર 2024 રવિવાર સવારે 5:22 મિનિટે શરૂ થાય
એકાદશી તિથિ સમાપ્ત 28 ઓક્ટોબર 2024 સોમવાર સવારે 07:51 મિનિટે પતે છે .
હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 28 ઓક્ટોબર 2024 સોમવાર કરવો.
પારણા નો સમય 29 ઓક્ટોબર 2024 સવારે 6:39 થી 8:50 સુધી નો છે.
નોઘઃ- સ્થળ મુજબ સમય થોડો અલગ હોય.
દરેક એકાદશી તિથિ માં ભગવાન વિષ્ણુ ના અવતાર નું વિધિવધ રીતે પુજન કરવાનું હોય છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ.
ભગવાન વિષ્ણુ પુજન કરવાનું પુજન કેવી રીતે કરવુ એ મારી પાછળ સમજાવ્યું એ માહિતી વાચવાં અહી કિલ્ક કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા ભગવાન રમા એકાદશી ની કથા વાંચો કે સાંભળો.
ત્યારે બાદ ખાસ કરીને આ એકાદશી ના દિવસે ખાસ કરીને વિષ્ણુ ભગવાનના કેશવ અને લક્ષ્મીજીના રમા અવતારનું પુજન કરવાનું અનેક ધણું મહત્વ છે. પુજન શુદ્ધ જળ, પંચામૃત, ચંદન , ચોખા ધુપ દિપઅને નૈવેદ્ય થી પુજન આરતી કરવી. આ રીતે ભગવાન વિષ્ણુ કેશવ અને લક્ષ્મીજી રમા સવાર સાંજ પુજન કરવું અને રાત્રી શક્ય હોય ત્યાં સુધી જાગરણ કરી ભગવાન વિષ્ણુ ના અવતાર ભજન કીર્તન મંત્રો કરવાં.
સવારે સૂર્યદય પહેલાં ઉઠીને નિત્યક્રમ પરવારી આગળ જણાવ્યા મુજબ ભગવાન નું પુજન કરવું. ભગવાન સામે સંકલ્પ કરો કે- હું આજે સંપૂર્ણ ભોગનો ત્યાગ કરી નિરાહાર એકાદશીનું વ્રત કરીશ. હું તમારી શરણમાં છું, તમે મારું રક્ષણ કરો.અને તમે જે રીતે ઉપવાસ કરવાના હોય એવો સંકલ્પ કરો.
રમા એકાદશી વ્રતનું મહત્ત્વ-
પ્રાચીન ગ્રંથો મુજબ રમા એકાદશી વ્રતથી કામધેનુ દાન અને ચિંતામણિ દાન સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી મનુષ્યોના જીવનમાં સુખ , સમૃદ્ધિ અને સંપન્નતા ઘન ઘાન્ય નો વઘારો થાય છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કારણકે આ એક એમના સ્વરૂપ ની એકાદશી છે. . પદ્મ પુરાણ ના ગ્રંથ મુજબ રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પાપ નાશ થાય છે. મૃત્યુ પછી વૈકુંઠ લોક મળે છે.
એકાદશીના દિવસે સંઘ્યા સમયે પુજન બાદ એટલે કે સૂર્યાસ્ત પછી તુલસી માતાની પૂજા કરો. તેના માટે તુલસી પાસે ઘી નો દીવો પ્રગટાવો, અગરબતી, દુપ કરો ચુદંડી અપણૅ કરો અને પરિક્રમા કરો. એમાં ખાસ ધ્યાન રાખો તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં. સૂર્યાસ્ત પછી તુલસી સ્પર્શ કરવાથી દોષ લાગે છે. આ એકાદશીનું વર્ત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે.
આ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ના ભજન કીર્તન મંત્રો.જેવાકે
"શ્રીકૃષ્ણ શરણમ્ મમ:",
"ઓમ નમો ભગવતે વાસુદેવાય"
વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ,
વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી ,
કૃષ્ણ નામાવલી,
ભગવત્ ગીતા ના અધ્યાયનું પઠન કરો.
આ એકાદશી ના દિવસે તમે ઉપવાસ કરો કે ના કરો પણ ખાસ કરી પુરાણોમાં જાણવેલ નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ જેમકે
ચોખા, ધંઉ, ભોજન, ચણા લસણ ડુંગળી, માંસાહાર મધપાન મદિરા, ના કરવું.
કોઈ પણ ને કોઈ પ્રકારે જુઠું બોલીને ખોટી માહિતી આપવી નહીં.
શક્ય હોય તો મૌન પાળવું, કોઈ ની પણ ચાડી ચુગલી ન કરવી,
બ્રહ્મચર્ય નો નિયમ પાળવો.
નખ ન કાપવા, વાળ, દાઢી ન કપાવવા.
કાળા કલરના કપડા પણ ન પહેરવા. બની શકે ભગવા અથવા શ્ર્વેત વસ્ત્ર પહેરી શકાય. કોઈનું દિલ દુભાય એવા વચનો બોલવા નહીં.
ઘરનાં દરેક સભ્યો અથવા કોઈનું પણ અપમાન ના કરવું .
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો