રવિવાર, 31 ઑક્ટોબર, 2021

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Rama Ekadashi Vrat Katha in Gujarati | Rama Ekadashi 2024 | Okhaharan

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Rama Ekadashi Vrat Katha in Gujarati | Rama Ekadashi 2024 | Okhaharan

Rama-ekadashi-vrat-katha-gujarati-2021
Rama-ekadashi-vrat-katha-gujarati-2021

 

આસો માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી -રમા એકાદશી

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે ભગવાન ! હવે તમે આસોમાસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .આ કથા થી કયું ફળ મળે છે તે કહો .”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! આસો માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ રમા છે .આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .તેની કથા આ  પ્રમાણે છે .”

પ્રાચીન કાળ માં મુચુકુન્દ  નામનો એક રાજા હતો .તેના ઇન્દ્ર ,વરુણ ,કુબેર ,વિભીષણ આદિ મિત્ર હતા .તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો .તેનું રાજ્ય નિષ્કંટક હતું .તેને ચંદ્રભાગા નામ ની ઉત્તમ પુત્રી હતી .તેનો વિવાહ રાજા ચંદ્રસેન ના પુત્ર શોભન સાથે કર્યા .એક સમયે જયારે તે પોતાના સાસરા માં હતી ત્યારે આ એકાદશી આવી ,ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી છે ,પણ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત ના કરી શકે પણ મારા પિતા ની કડક આજ્ઞા છે

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

જયારે દસમ આવી ત્યારે રાજ્ય માં  ઢંઢેરો પીટાવ્યો .એ સાંભળી શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિયે ! તમે મને કોઈ ઉપાય બતાવો કારણકે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ .”ત્યારે ચંદ્રભાગા બોલી : હે પ્રાણનાથ!મારા પિતાજી ના રાજ્ય માં એકાદશી ના દિવસે કોઈ ભોજન કરી શકતું નથી ,ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ઘાસ ,અન્ન જળ આદિ ગ્રહણ કરી શકતા નથી પછી અહીં મનુષ્ય ભોજન ક્યાંથી કરી શકે ? જોભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાવ .જો અહીં રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું જ પડશે  ”ત્યારે શોભન બોલ્યો :”હે પ્રિયે !તારું કહેવું બિલકુલ સત્ય જ છે .હું વ્રત અવશ્ય કરીશ .ભાગ્ય માં જે લખ્યું હશે તે જ થશે.

Krishna-chalisa-gujarati

આવો વિચાર કરીને તેણેએકાદશી નું વ્રત કર્યું અને તે ભુખ તરસ થી અત્યંત પીડિત થવા લાગ્યો .સુર્ય ભગવાન પણ અસ્ત થઇ ગયા અને જાગરણ માટે રાત્રી થઇ .તે રાત્રી શોભન ને દુઃખ દેનારી હતી .બીજા દિવસે પ્રાત:પહેલા જ શોભન આ સંસાર માંથી ચાલ્યો ગયો .રાજા એ તેના મૃતક શરીર ના અગ્નિ સંસ્કાર કર્યા .ચંદ્રભાગા પોતાના પતિ ની આજ્ઞા અનુસાર સતી થઇ નહી અને પિતા ના ઘર માં રહેવાનું તેણે ઉત્તમ સમજ્યું .રમા એકાદશી ના પ્રભાવ થી શોભન ને મંદરાચલ પર્વત પર ધન ધાન્ય થી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર મળ્યું .તેના મહેલા માં રત્ન તથા સ્વર્ણ ના થાંભલા લાગેલા હતા .ત્યાં તે સ્વર્ણ અને મણીઓ ના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણો થી યુક્ત બેઠો હતો .આભૂષણો થી યુક્ત ગાંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા .એ સમયે રાજા શોભન  બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો .


એક સમયે મુચુકુન્દ નગર માં રહેનાર એક સોમ શર્મા નામ નો બ્રાહ્મણ તીર્થ યાત્રા ના માટે નીકળ્યો .એણે ફરતા ફરતા તેમને જોયા .તે બ્રાહ્મણ પોતાના રાજા ના જમાઈ જાણી તેમની નજીક ગયો .રાજા શોભન બ્રાહ્મણ ને  જોઈને ઉભા થયા અને પોતાના સસરા તથા પત્ની ચંદ્રભાગા ની  કુશળતા પૂછવા લાગ્યો .સોમ શર્મા બોલ્યા :”હે રાજન ! અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની પણ કુશળ છે .હવે તમે તમારું વૃતાંત સંભળાવો .મને આ જોઈ ખુબ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારેય જોયું છે કે સાંભળ્યું છે તો તમને આ બધુ કેવી રીતે પ્રાપ્ત થયું ? શોભન બોલ્યા :”હે દેવ ! આ બધુ આસો માસની કૃષ્ણ પક્ષ ની રમા એકાદશી નું ફળ છે .આ વ્રત ના લીધે જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે .પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે થઇ શકે તે તમે મને બતાવો .હું તમારા કહ્યાં અનુસાર જ કરીશ .તેમે તમે બિલકુલ જૂથ ના માનશો .રાજા શોભન બોલ્યા :હે દેવ મેં અશ્રદ્ધા પૂર્વક વ્રત કર્યું તોય તેના પ્રભાવ થી આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેણે હું અધ્રુવ માનું છું જો તમે આ વૃતાંત  રાજા મુચુકુન્દ ની પુત્રી ચંદ્રભાગા ને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકશે .


બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગા ને સમસ્ત વૃતાંત કહ્યું .આથી રાજ કન્યા બોલી :”હે બ્રાહ્મણ દેવ !શું તમે આ બધુ પ્રત્યક્ષ જોઈ ને આવ્યા છો કે પછી તમારું સ્વપ્ન કહો છો?ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી ! મેં તારા પતિ તથા તેના નગર ને પ્રત્યક્ષ જોયું છે .પણ તે અધ્રુવ છે તું એવો ઉપાય કર કે જેથી એ ધ્રુવ થઇ જાય ..ત્યારે ચંદ્રભાગા બોલી મને એ નગર માં લઇ ચલો હું મારા પતિ ને જોવા ઈચ્છુંછું . હું મારા વ્રત ના પ્રભાવ  થી એ નગર ને ધ્રુવ બનાવી લઈશ .”

Rama-Ekadashi-2021-pitru-ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati

 

ચંદ્રભાગા ના વચન સાંભળી તે બ્રાહ્મણ તેણે મંદરાચલ પર્વત ની પાસે વામદેવ ના આશ્રમ માં લઇ ગયા .વામ દેવ  તેની વાત  સાંભળી ચંદ્રભાગા ને મન્ત્ર થી અભિષેક કર્યો .ચંદ્રભાગા મંત્રો તથા વ્રત ના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરી ને પોતાના પતિ ની પાસે ગઈ .શોભને પોતાની પત્ની ને જોઈ ને પ્રસન્નતા પૂર્વક તેણે વામ  અંગ માં બેસાડી .ચંદ્રભાગા બોલી ,હે પ્રાણનાથ!હવે તમે મારા પુણ્ય સાંભળો જયારે હું મારા પિતા ના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી હું સવિધિ એકાદશી નું વ્રત કરતી હતી . એ વ્રતો ના પ્રભાવ થી તમારું આ નગર ધ્રુવ થઇ જાશે અને સમસ્ત કર્મો થી યુક્ત થઇ ને પ્રલય ના અંત સુધી રહેશે .” ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્રાલંકારો થી સજી ને પોતાના પતિ ની સાથે  આનંદ પૂર્વક રહેવા લાગી.


હે રાજન ! આ મેં રમા એકાદશી નું મહાત્મ્ય કહ્યું છે .જે મનુષ્ય રમા એકાદશી નું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઇ જાય છે અને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે.

સર્વે વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ . 


રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો


 




આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો