આરોગ્યની પ્રાપ્તિ માટે આ પાઠ કરો ગુજરાતી અથૅ સહિત | શ્રી મીનાક્ષી પંચ રત્નમ્ | Shree Minakshi Panch Rantam With Gujarati Lyrics| Okhaharan
Shree-Minakshi-Panch-Rantam-With-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ પાઠ દરરોજ કરવાથી આરોગ્યની સારો સુઘારો રહે છે ગુજરાતી અથૅ સહિત . પહેલા સંપૂણૅ પાઠ કરીશું અને ત્યાર બાદ તેનું ગુજરાતી વાંચન કરીશું.
આ પાઠમાં શ્રી મીનાક્ષી દેવી ના પાઁચ ગુણ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
શ્રી મીનાક્ષી પંચ રત્નમ્
ઉધદભાનુ સહસ્ર કોટિ સદૅશાં કેયૂરહારો જ્જવલાં
વિમ્બોષ્ઠી સ્મિત દન્તં પંક્તિરુચિરાં પીતામ્બરાં લંકૂતામ્
વિષ્ણૂબ્રહ્મ સુરેન્દ્ર સેવિત પદાં તત્વ સ્વરુપાં શિવાં
મીનાક્ષી પ્રણતોડસ્મિ સન્તત મહં કારુણયવારાંનિધિમ ...1
મૂકતો હાર લ સત્કિરીટ રુચિરાં પૂર્ણેન્દુવક્ત્ર પ્રભાં
શિજ્જત્રુજ પુર કિંકણી મણિધરાં પદ્મપ્રભાભાસુરામ |
સવાભીષ્ટ ફલપ્રદાં ગિરિસુતાં વાણીરમા સેવિતાં
મીનાક્ષી પ્રણતાડસ્મિ સન્તમહં કારુણ્યવારાંનિધિમ્ ...2
શ્રી વિધાં શિવવામભાગનિલિયાં હીકાર મંત્રો જ્જવલાં
શ્રી ચંક્રાંક્તિ બિન્દુ મધ્યવસતિં શ્રીમત્સભાનાયિકામ |
શ્રી મત્ષણ્મુખ વિઘ્નરાજ જનની શ્રી મજ્જગન્મોહિની
મીનાક્ષી પ્રણતોડસ્મિ સન્તત મહં કારુણ્યવારાં નિધિમ્ ...3
શ્રી મત્સુન્દરનાયિકા ભયહરાં જ્ઞાનપ્રદાં નિર્મલાં
શ્યામાભાં કમલાસનાર્ચિતપદાં નારાયણ સ્યાનુજામ |
વીણાવેણુ મૃદંગ વાધ રસિકાં નાનાવિધામબિકાં
મીનાક્ષીં પ્રણતોડસ્મિ સન્તત મહં કારુણ્યવારા નિધિમ ...4
નાનાયોગિમુનીન્દ્ર હ ત્સુવસતિં નાનાર્થસિદ્વિ પ્રદા
નાનાપુષ્પવિરાજિતાં ધિયુગલાં નારાયણે નાર્ચિતામ્
નાદબ્રહ્મ મયીં પરાત્પરતરાં નાનાર્થ તત્વાત્મિકાં
મીનાક્ષી પ્રણતોડસ્મિ સન્તત મહ કરુણાયવારનીધિમ ..5
ઇતિ શ્રીમચ્છંકરાચાર્ય કૃતં શ્રી મીનાક્ષી પંચ રત્નમ્ સમ્પૂર્ણમ્
આરોગ્યની પ્રાપ્તિ માટે નિત્ય 11 વખત કરવો.
જે ઉદય થતા સહસ કોટિ સૂર્યો સમાન આભાવાળી છે , કેયૂર અને હાર આદિ આભૂષણોથી ભવ્ય પ્રતીત થાય છે , બિમ્બાફળ સમાન અરુણ હોઠોવાળી છે , મધુર મુસ્કાન યુક્ત દંતાવલિથી જે સુંદરી લાગે છે તથા પીતામ્બરની અલંકૃતા છે , બ્રહ્મા , વિષ્ણુ આદિ દેવનાયકોથી સેવિત ચરણોવાળી એ તત્ત્વસ્વરૂપિણી કલ્યાણકારી કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરું છું
મૂકતો હાર લ સત્કિરીટ રુચિરાં પૂર્ણેન્દુવક્ત્ર પ્રભાં શિજ્જત્રુજ પુર કિંકણી મણિધરાં પદ્મપ્રભાભાસુરામ સવાભીષ્ટ ફલપ્રદાં ગિરિસુતાં વાણીરમા સેવિતાં કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરું છું
જે શ્રીવિદ્યા છે , ભગવાન શંકરનાં વામભાગમાં બિરાજમાન છે , હ્રીં બીજમંત્રથી સુશોભિતા છે , શ્રી ચંક્રાંકિત બિન્દુનાં મધ્યમાં નિવાસ કરે છે તથા દેવસભાની અધિનેત્રી છે એ શ્રી સ્વામી કાર્તિકેય અને ગણેશજીની માતા જગન્મોહિની કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષી દેવીને હું નિરંતર વંદન કરું છું .
જે અતિ સુંદર સ્વામિની છે , ભયહારિણી છે , જ્ઞાન પ્રદાયિની છે , નિર્મલા અને શ્યામલા છે , કમલાસન શ્રી બ્રહ્માજી દ્વારા જેમના ચરણ કમળ પૂજાય છે તથા શ્રી નારાયણ ( કૃષ્ણચંદ્ર ) ની જે અનુજા ( નાની બહેન ) છે , વીણા , વેણુ , મૃદંગ આદિ વાઘોની રસિકા એ વિચિત્ર લીલાવિહારિણી કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરું છું .
જે અનેક યોગિજન અને મુનિશ્વરોનાં હૃદયમાં નિવાસ કરનારી તથા વિવિધ પ્રકારનાં પદાર્થોની પ્રાપ્તિ કરાવનારી છે, જેમના ચરણ યુગલ વિચિત્ર પુષ્પોથી સુશોભિત થઈ રહ્યા છે, જે નારાયણથી પૂજિતા છે તથા જે નાદ બ્રહ્મમયી પરાથી પણ પરા છે અને વિવિધ પદાર્થોની તત્ત્વસ્વરૂપા છે એ કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરૂ છું
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો