શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા ૧ ગુજરાતી લખાણ સાથે અથૅ સહિત | Sunderkand With Gujarati Meaning Doha-1 | Okhaharan
Sunderkand-With-Gujarati-Meaning-doha-1 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.
હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ|
રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ |
હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો, પછી પ્રણામ કરીને કહયું -
ભાઈ! શ્રીરામચન્દ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યા? ।૧]
જાત પવનસુત દેવન્હ દેખા ।
જાનૈં કહુઁ બલ બુદ્ધિ બિસેષા।।
સુરસા નામ અહિન્હ કૈ માતા ।|
પઠઈન્હિ આઇ કહી તેહિં બાતા ।॥૧॥
દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતાં જોયા. તેમનાં વિશિષ્ટ બળબુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી, તેણીએ આવીને હનુમાજીને કહ્યું - ।।૧।।
આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા |
સુનત બચન કહ પવનકુમારા |
રામ કાજુ કરિ ફિરિ મૈ આવૌં।
સીતા કઈ સુધિ પ્રભુહિ સુનાવૌં ।
આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું - શ્રીરામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉ, ॥ ૨॥
તબ તવ બદન પૈઠિહઉં આઈ!
સત્ય કહઉં મોહિ જાન દે માઈ |
કવનેર્હું જતન દેઇ નહિં જાના!
ગ્રસસિ ન મોહિ કહેઉ હનુમાના
પછી હું આવીને તમારા મુખમાં પૈસી જઈશ [તમે મને ખાઇ જજે ] હે માતા! હું સત્ય કહું છું, અત્યારે મને જવા દે, જ્યારે કાઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા, ત્યારે હનુમાનજીએ કહું “ તો પછી મને ખાઈજ લે ને
જોજન ભરિ તેહિં બદનુ પસારા
કપિ તનુ કીન્હ દુગુન બિસ્તારા ||
સોરહ જોજન મુખ તેહિં ઠયઊ |
તુરત પવન સુન બત્તિસ ભયઊ ।।૪।
તેણીએ યોજન જેટલું (ચાર ગાઉ) મુખ ફેલાવ્યું; ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ સોળ યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ બત્રીસ યોજનના થઈ ગયા. ॥૪।॥
જસ જસ સુરસા બદનુ બઢાાવા
તાસુ દૂન કપિ રૂપ દેખાવા॥
સત જોજન તેહિં આનન કીન્હા |
અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા ।૫।॥
જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ સો યોજન(ચારસો ગાઉ)નું મુખ ક્યું, ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું; ॥ ૫॥
બદન પઈઠિ પુનિ બાહેર આવા
માગા બિદા તાહિ સિરુ નાવા
મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા|
બુધિ બલ મરમુ તોર મૈં પાવા
અને તેઓ તેના મુખમાં પેસીને [તરત જ| પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માગવા લાગ્યા. [તેણીએ કહ્યું -] મેં તમારાં બુદ્ધિ - બળનો ભેદ પામી લીધો; જેના માટે દેવોએ મને મોક્લી હતી; ॥ ૬॥
દરરોજ નવા દોહા ના અથૅ અને ભક્તિ લેખ વાચવાં વેબસાઈટ ફોલો કરજો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો