આજે તુલસી વિવાહના ખાસ યોગ પર સંઘ્યા સમયે કરો આ ઉપાય બધી મનોકામનાઓ પૂર્ણ થશે.| Tulsi Vivah Upay Gujarati | Okhaharan
Tulsi-Vivah-Upay-2021-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ ને દેવઉઠી , પ્રબોધિની એકાદશી , તુલસી વિવાહ એકાદશી કહેવાય છે.આજના દિવસે ચાર માસ પછી જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે.
પાછલા લેખમાં જાણું કે કેમ તુલસી અને શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે હવે આપણે જાણીશું કેટલાક સંઘ્યા સમય ના ઉપાય જેથી વિષ્ણું ભગવાન અને તુલસીમાતા પ્રસન્ન થઈ સવૅ મનોકામના પૂણૅ કરશે.
તુલસી વિવાહ નું મહત્વ વાચવાં અહી ક્લિક કરો.
પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તુલસી વિવાહ એકાદશી ના દિવસે પીપળના વૃક્ષને જળ ચઢાવવાથી અને સાંજે ખાસ કરીને પીપળના વૃક્ષ પાસે ચોખ્ખા ઘી નો દીવો પ્રગટાવવાથી અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારી પર પ્રસન્ન થઈ સવૅ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
તુલસી વિવાહ એકાદશી દિવસે પૂજા સમયે શ્રી હરિને ધન ઘાન્ય મંદિર અથવા પુજન સમયે અર્પણ કરવું અને દક્ષિણા મુકો . આ પછી આ પૈસા તમારા ઘન રાખવાની જગ્યાએ અથવા તમારા પાકીટમાં રાખો.
તુલસી વિવાહ એકાદશી તુલસીજી આસપાસ પુવ્ મુખ રહે એ રીતે શુદ્ધ ઘીના 11 દીવા પ્રગટાવો અને જોડે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો. આ મંત્રનો જાપ કરતી વખતે તુલસીજીની 11 પદક્ષિણા કરો. આવું કરવાથી માતા તુલસી તમામ પ્રકારના રોગ અને કોઈપણ દોષ દૂર કરશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ સંપત્તિ લાવશે.
જો કોઈ ઘરના સભ્ય કે વ્યક્તિના લગ્નમાં વારવારં અવરોધ આવે તો તુલસી વિવાહ એકાદશી દિવસે તુલસી વિવાહનું કોઈપણ મંદિર અથવા પોતાના ઘરે વિઘિ વિઘાન તુલસી વિવાહ આયોજન કરવું જોઈએ. તેમજ તુલસી માતાનો મંગલાષ્ટકનો નામનો પાઠ કરવાથી લગ્નમાં આવતા દરેક અવરોધો દૂર થાય છે.
તમે નોકરી કે ધંધામાં સારી પ્રગતિ મેળવવા માટે તુલસી વિવાહ એકાદશી દિવસે શ્યામા તુલસી જે એક તુલસીનો પ્રકાર છે એના તુલસીનાં મૂળમાં પીળા રંગનો ટુકડો લઈને બાંધીને તમારી ઓફિસ કે દુકાનમાં રાખો. આમ કરવાથી દરેક પ્રકારની સવૅ મનોકામના પૂર્ણ થાય.
એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો