પાવાગઢ વાળી મહાકાળી માં નો પાઠ કરવાથી દરેક કાયૅમાં રક્ષણ આપે | Mahakali Stavan Gujarati lyrics | Okhaharan
Mahakali-Stavan-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. મંગળવારે ના દિવસે એકવાર શ્રી મહાકાળી સ્તવન
શ્રી મહાકાળી સ્તવન
જય પરમ કૃપાલી દીનદયાળી , પાવાગઢ પર્વતવાળી ;
જય સુર સુખકારી અસુર સંહારી , ખપ્પરધારી વિક્રાળી .
જય ભક્ત રક્ષની , કાળ ભક્ષની , ત્રિનયના ત્રિશૂળધારી ,
ૐ નમો નમો ભગવતી ભવાની , મહાદેવી જય મહાકાળી ...
જય વ્રેહમંડી વ્યાપક ત્રિખંડી , મહાકાળેશ્વરી મતવાલી ;
જય શિવાશંકરી , જય વિશ્વંભરી , જય જગજનની રખવાલી .
જય રણચંડી પ્રતાપ પ્રચંડી , યુદ્ધ ઘોર ઘમંડાલી .
ૐ નમો નમો ભગવતી ભવાની , મહાદેવી જય મહાકાળી ...
જય વિશ્વવિધાતા છે સુખદાતા , જય બહુનામી બિરદાળી
જય નવદુર્ગા ભવ દુઃખભંજની , સ્વર વ્યંજની શબ્દાળી .
જય ૐ ઐ હ્રીં ક્લીં અડીખમ , હાથ ખડ્રગ ત્રિશૂળ ઝાલી ;
જય માત તુજ સ્તવનં કેશવ કવનં , સુણજો લાલ ઘજાવાળી .
ૐ નમો નમો ભગવતી ભવાની , મહાદેવી જય મહાકાળી ...
બોલીયે શ્રી મહાકાળી માં ની જય.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો